ઇટાલીની તમામ સ્કૂલોમાં બુરખા હિજાબ પર પ્રતિબંધ મુકાશે : મેલોની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રોમ : ઇટાલીની તમામ સ્કૂલોમાં બુરખા, હિજાબ પર પ્રતિબંધ મુકવામાં આવશે તેવી જાહેરાત ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કરી હતી. મેલોનીએ વધુમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં આ માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે, સાથે જ સ્કૂલના વર્ગખંડોમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો તેને લઇને પણ નિયમો ઘડવામાં આવશે. ઇટાલીના વિદ્યાર્થીઓને પોતાના જ દેશની શાળાઓમાં પોતે લઘુમતીમાં છે તેવો અહેસાસ ના થવો જોઇએ.
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઇટાલીની તમામ શાળાઓમાં ચહેરો ઢાંકીને આવવા પર પ્રતિબંધ મુકવાની રવિવારે જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનો ચહેરો પુરી રીતે ખુલ્લો હોવો જોઇએ, પરંપરાઓના નામે ચહેરો છૂપાવાની છૂટ ના આપી શકાય. એટલુ જ નહીં મેલોનીએ ઇટાલીની સ્કૂલોમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર એક લિમિટ મુકવાની પણ જાહેરાત કરી હતી. મેલોનીએ કહ્યું હતું કે વર્ગખંડોમાં ઇટાલીના બાળકોને પોતે લઘુમતિમાં છે તેવો અહેસાસ ના થવો જોઇએ, વર્ગખંડમાં એક વિદ્યાર્થી ઇટાલીની ભાષા ના જાણતો હોય તો તે આગળ જઇને શીખી શકશે પરંતુ આવા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તો મુશ્કેલી થઇ શકે. વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા બહુમતમાં ના હોવી જોઇએ. કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ ઇટાલીની શાળાઓમાં દર ૧૦૦માંથી ૧૨ વિદ્યાર્થી વિદેશી છે, ટોટલ નોંધાયેલા વિદ્યાર્થીઓના ૧૧.૬ ટકા વિદેશી છે.




