Get The App

'નર્કમાં જલતા રહો' : બાળપણમાં ઇરાન છોડી નાસી છૂટેલા એન્કરના ખામેનીના મૃત્યુ અંગે ઉગ્ર પ્રત્યાઘાતો

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
'નર્કમાં જલતા રહો' : બાળપણમાં ઇરાન છોડી નાસી છૂટેલા એન્કરના ખામેનીના મૃત્યુ અંગે ઉગ્ર પ્રત્યાઘાતો 1 - image

- ખામેનીના મૃત્યુ અંગે વિશ્વમાં મિશ્ર પ્રત્યાઘાતો

- ખામેઇનું મૃત્યુ મધ્ય-પૂર્વ યુદ્ધમાં 'ટર્નિંગ પોઇન્ટ' બની રહ્યું છે : તેમના મૃત્યુને વિશ્વમાં 'આઘાત' અને 'અસંભવ' ભાવથી હજીયે જોવાય છે

નવી દિલ્હી : ઇરાનના 'માંધાતા' આયાતોલ્લાહ અલિ- ખામેનેઈ 'જન્નત-નશીન' થઈ ગયા છે તેની ઇરાને જ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઇઝરાયલ- અમેરિકાના સંયુક્ત આકાશી આક્રમણને લીધે તેમનું મૃત્યુ થયું છે. તે પણ સર્વવિદિત છે અને આ સાથે હવે મધ્ય-પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ને વધુ ભભૂકી ઉઠશે તે નિશ્ચિત છે. બીજી તરફ વિશ્વભરમાં તે અંગે પરસ્પર વિરોધી પ્રત્યાઘાતો આવી રહ્યા છે.

સ્કાઇ ન્યુઝ ઑસ્ટ્રેલિયાના હોસ્ટ રીટા પનાહી બાળપણમાં જ ઇરાન છોડી નાસી આવ્યા હતા. તેઓએ એક મુલાકાત આપી (સામાન્ય રીતે હોસ્ટ મુલાકાત લે છે. અહીં તેઓએે મુલાકાત આપાઇ) તેઓએ ખોમેનેઈને જુલ્મગાર કહેવા સાથે વધુમાં કહ્યું : '૪૭ વર્ષ સુધી ઇસ્લામિક જુલ્મગાર જુલ્મ વરસાવતો રહ્યો હતો. તે સરમુખત્યાર મૃત્યુ પામ્યો છે. ઇરાન મુક્તિનો 'શ્વાસ' લઈ શકશે. મેં કલ્પ્યું પણ ન હતું કે હું આ દિવસ જોઈ શકીશ.

આ સાથે તેઓએ પ્રમુખ ટ્રમ્પનો 'ઓપરેશન એપિક ફ્યુરી' દ્વારા કરેલા પ્રચંડ હુમલા માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓએ પર્શિયન ભાષામાં જ બોલતા કહ્યું, 'તારો પિતા ન મા છે. તારા માથા ઉપર ધૂળ પડેલ છે. તું નર્કમાં જલતો રહીશ.' તેના કૉ-એન્કર રોવાન ડીને  પનાહીના અંગત મંતવ્યને પુષ્ટિ આપતા કહ્યું હતું કે, 'હવે તેઓ ઇરાન પાછા નહીં ફરી શકે કારણ કે તેઓ ઉપર 'કાર્યવાહી' થવાની પૂરી ભીતિ છે.

આ સંબંધે ઠ પરની ક્લિકનું કેપ્શન છે 'રીટાઝ ટેઇક ઑન સ્ટ્રાઇકસ ઓન ઇરાન'

બીજી તરફ ઇરાન યુદ્ધ અને ખામેનેઈના મૃત્યુ અંગે વિશ્વમાં બહુવિધ ્પ્રત્યાઘાતો મળી રહ્યા છે. ઇરાનમાં જ બે વિરોધાભાસી પ્રત્યાઘાતો મળી રહ્યા છે. કેટલાક તેમને 'દુનિયાનો સૌથી દુષ્ટ માનવ કહે છે તો કેટલાક તેમને શહીદ કહે છે.

રશિયાના પ્રમુખ પુતિને એ હુમલાને વખોડી કાઢતા કહ્યું હતું કે, તે એક ભયંકર દુષ્કૃત્ય હતું અમાનવીય હતું. આ સાથે તેમણે ખામેનેઈના કુટુમ્બીજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. સાથે કહ્યું હતું કે, તે આંતર રાષ્ટ્રીય કાનૂનના સર-એ- આમ ભંગ સમાન છે.