Get The App

મહાબોધી મંદિરમાં થાઈ રાજકુમારી વ્રજકિતીયાભાને બૌદ્ધ સાધુઓએ બોધિવૃક્ષ પાસે અર્પેલી શ્રધ્ધાંજલિ

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
મહાબોધી મંદિરમાં થાઈ રાજકુમારી વ્રજકિતીયાભાને બૌદ્ધ સાધુઓએ બોધિવૃક્ષ પાસે અર્પેલી શ્રધ્ધાંજલિ 1 - image

- રાજકુમારીની સ્મૃતિમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી આ કાર્યક્રમ સાત દિવસીય શ્રધ્ધાંજલિ કાર્યક્રમના ભાગરૂપે છે

બોધી ગયા : મહાબોધી મંદિરમાં પવિત્ર બોધી વૃક્ષની નીચે થાઈ તેમજ ભારતીય બૌદ્ધ ભિખ્ખુ સમુદાયે થાઇલેન્ડનાં દિવંગત રાજકુમારી વ્રજકિતિયાભા નરિંદિરાદેબ્યાવલીની સ્મૃતિમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેઓના આત્માની શાંતિ માટે ભિખ્ખુઓએ ભગવાન બુદ્ધને પ્રાર્થના કરી હતી. આજની આ શ્રધ્ધાંજલિ સાત દિવસ સુધી યોજાનારા શ્રધ્ધાંજલિના ભાગરૂપે હતી.

આજન્મ બ્રહ્મચારીણી રહેલાં આ રાજકુમારી માત્ર ૪૭ વર્ષનું જ જીવન જીવી ભગવાન બુદ્ધનાં ચરણોમાં ચાલ્યા ગયા તેમ કહેતાં થાઈલેન્ડથી આવેલા બૌદ્ધ સાધુઓના અગ્રણીએ જણાવ્યું હતું કે, તેઓ થાઈ સમ્રાટ મહા વજીરાલોંગકર્ણનાં સૌથી મોટા પુત્રી હતાં માત્ર ૪૬માં વર્ષે જ તેઓ દિવંગત થતાં થાઈ સમાજ તથા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમુદાયમાં શોકની લહર છે. આ શ્રધ્ધાંજલિ સભામાં બોધ-ગયા-મંદિર - પ્રબંધન સમિતિના મહામંત્રી ડો. મહાશ્વેતા મહારથી ઉપસ્થિત હતાં. તેઓએ રાજકુમારીને શ્રધ્ધાંજલિ અર્પતાં તેઓનાં જીવન વિષે કહ્યું, 'તેઓ કોર્નેલ વિશ્વ વિદ્યાલયમાંથી લો ગ્રેજ્યુએટ થયા હતા.' પરંતુ અપરિણીત રહ્યાં હતાં અને તેઓએ તેમનું જીવન જનસેવા, ન્યાયિક સુધાર, મહિલા અધિકારો અને મહિલા કેદીઓમાં પણ કલ્યાણ માટે આપેલું યોગદાન ઉલ્લેખનીય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેઓ સન્માનિત હતાં.