World

બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, નામ છે લીઝ ટ્રુસ

By GS Team
5 Sep 20221 min read
This article was originally published on 5 Sep 2022
બ્રિટનને મળ્યા નવા વડાપ્રધાન, નામ છે લીઝ ટ્રુસ

લંડન તા. 5 સપ્ટેમ્બર 2022,સોમવાર

પાર્ટીગેટ કાંડને કારણે તાત્કાલિક વડાપ્રધાન પદેથી બોરિસ જહોન્સને રાજીનામુ આપ્યા બાદ બ્રિટનમાં ખાલી પડેલી વડાપ્રધાનની સીટ માટે ભારતીય મૂળના ઋષિ સુનાક લીઝ ટ્રુસ વચ્ચે ભારે સ્પર્ધા બાદ અંતે આજે જહોન્સન સરકારમાં વિદેશમંત્રી રહી ચૂકેલા ટ્રુસ વડાપ્રધાનની ચૂંટણી જીત્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર લીઝ ટ્રુસ કન્ઝર્વેટીવ પાર્ટીની ચૂંટણીમાં 57.4% મત સાથે વિજયી બન્યા છે. આજે જાહેર થયેલ પરિણામ અનુસાર સત્તારૂઢ પાર્ટી કન્ઝર્વેટીવ પાર્ટીની આંતરિક ચૂંટણીમાં સુનાકના 42.6% મતની સામે ટ્રુસને 57.4% મત મળ્યા છે. 

જહોન્સન કેબિનેટમાં નાણા મંત્રી રહેલા અને મૂળ ભારતીય એવા રિશી સુનાક અને વિદેશ મંત્રી લીઝ ટ્રુસ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. 

એક તબક્કે સુનાક આગળ ચાલી રહ્યા હતા પણ પછી ટ્રુસ આક્રમક વલણને પગલે નવા વડાપ્રધાન બનશે એવું બ્રિટીશ માધ્યમ ઓપીનિયન પોલમાં મનાઇ રહ્યું હતુ.


ટ્રુસ અગાઉ વડાપ્રધાન થેરેસા મેના મંત્રીમંડળમાં નાયબ નાણા મંત્રી તરીકે કામ કરતા હતા જયારે જહોન્સનની સરકારમાં તેમની પાસે વિદેશ મંત્રાલયની કામગીરી આવી હતી. 

વડાપ્રધાન તરીકે ઋષિ સુનાક સામે પ્રચારમાં તેમણે બ્રિટનના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે ટેક્સ કાપ ઉપર વધારે ભાર મુક્યો હતો આ સિવાય ચાર દાયકામાં સૌથી ઉંચી મોંઘવારીથી ત્રસ્ત સ્થાનિક પ્રજાને વધારે રાહત આપવાની પણ તેમણે જાહેરાત કરી છે.

વધુ વાંચો : બ્રિટનના નવા વડાપ્રધાન લીઝ ટ્રુસ કોણ છે?