World

VIDEO : નોર્થ સાયપ્રસ નજીક 267 મુસાફરો સવાર ફેરી ડૂબી : 7 લોકોનાં મોત, 89 હજુ લાપતા

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નોર્થ સાયપ્રસના કાયરેનિયા નજીક 267 મુસાફરો ભરેલી ફેરી બોટ પલટી જતાં 7નાં મોત થયા છે. તુર્કી જતી વખતે દરિયાકિનારાથી 4 માઈલ દૂર આ દુર્ઘટના સર્જાઈ હતી. 172 લોકોને બચાવાયા, જ્યારે 89 હજુ લાપતા હોવાથી મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને ગિરનેની હોસ્પિટલમાં ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : નોર્થ સાયપ્રસ નજીક 267 મુસાફરો સવાર ફેરી ડૂબી : 7 લોકોનાં મોત, 89 હજુ લાપતા

North Cyprus Ferry Boat Capsizes : નોર્થ સાયપ્રસના દરિયાકાંઠે 267 લોકોને લઈને જઈ રહેલી એક ફેરી (બોટ) પલટી ગયા બાદ સંપૂર્ણપણે ડૂબી જતાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 172 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજુ 89 લોકો લાપતા હોવાથી મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.

કાયરેનિયાથી તુર્કી જતી વખતે સર્જાયો અકસ્માત

આ કેટામરન શૈલીનું વહાણ ઉત્તરી સાયપ્રસના કાયરેનિયા (ગિરને) બંદરથી તુર્કીના તાસુચુ બંદર તરફ જઈ રહ્યું હતું. દરિયાકિનારાથી આશરે 4 માઈલ દૂર પહોંચતા જ બોટમાં અચાનક પાણી ભરાવા લાગ્યું હતું અને તે પલટી ગઈ હતી. બોટમાં પાણી ભરાવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી અને તેની તપાસ કરવામાં આવશે.

દરિયામાં મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવી લેવાયેલા લોકોને સારવાર માટે ગિરને બંદરે લાવી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોને સંપૂર્ણ એલર્ટ મોડ પર મૂકી દીધી છે.

તુનિશિયાના દરિયાકાંઠે પણ બોટ પલટી, 2ના મોત

બીજી એક અલગ ઘટનામાં, દક્ષિણ તુનિશિયાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 2 લોકોનાં મોત થયાં હતાં અને 12 લોકો લાપતા થયા હતા, જ્યારે 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ બોટમાં આશરે 15 જેટલા લોકો સવાર હોવાનું જણાવાયું છે.