World

રિમોટ કન્ટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મી સહિત 16 ઘાયલ

By GS Team
25 Aug 20241 min read
This article was originally published on 25 Aug 2024
TukuTouch Logo
પાકિસ્તાનથી ફરી હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યાં અવારનવાર બોમ્બ વિસ્ફોટ કે આતંકી હુમલાઓની ઘટનાઓ તો બનતી જ રહે છે ત્યારે તાજેતરના કેસમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં શનિવારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં બે બાળકો સહિત કુલ 3 લોકો મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય 16 લોકો ઘવાયા હતા જેમાં 7 પોલીસકર્મી પણ સામેલ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રિમોટ કન્ટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મી સહિત 16 ઘાયલ

Pakistan Bomb Blast News | પાકિસ્તાનથી ફરી હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યાં અવારનવાર બોમ્બ વિસ્ફોટ કે આતંકી હુમલાઓની ઘટનાઓ તો બનતી જ રહે છે ત્યારે તાજેતરના કેસમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં શનિવારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં બે બાળકો સહિત કુલ 3 લોકો મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય 16 લોકો ઘવાયા હતા જેમાં 7 પોલીસકર્મી પણ સામેલ હતા.

 

રિમોટ કન્ટ્રોલ આધારિત બોમ્બથી વિસ્ફોટ 

પ્રાથમિક અહેવાલો અનુસાર રિમોટ કન્ટ્રોલ આધારિત બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. આ બોમ્બને એક બાઈક પર ફિટ કરી દેવામાં આવ્યો હતો. આ બાઈકને દક્ષિણ પાકિસ્તાનના પિશિનમાં પોલીસ હેડક્વાર્ટરની નજીક જ પાર્ક કરી દેવામાં આવ્યું હતું. 

હજુ કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી... 

હુમલાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગ અને બોમ્બ સ્ક્વૉડે ઘટનાસ્થળની  મુલાકાત લીધી હતી. જોકે હજુ સુધી આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી અને કોઈ સંગઠને પણ જવાબદારી સ્વીકારી નથી. પરંતુ એવુ મનાય છે કે આ ક્ષેત્રમાં નાગરિકો અને સુરક્ષાદળોને નિશાન બનાવનારાના ભાગલાવાદી જૂથોની વધતી જતી હિંસાને કારણે જ આ હુમલો કરાયો હોઈ શકે છે.