- તેમના 'ડેડલી એટેક'ના લીધે, પાક. સલામતી દળોના 17 સિપાહીઓ સહિત કુલ 50ના મૃત્યુ થયા છે તેમ બલુચિસ્તાનના મુખ્યમંત્રી બુગતીએ કબૂલ્યું
ક્વેટા : બલુચિસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ.)ની 'કાર્યવાહી' હવે ઇસ્લામાબાદ સરકારના હાથ બહાર ગઈ છે. સમગ્ર પ્રાંતમાં ઠેર ઠેર તે નિર્બંધ રીતે હુમલા કરી રહ્યા છે. તેમાં હવે યુવતીઓ પણ જોડાઈ છે તે યુવતીઓ પૈકી બે યુવતીઓ તો ખતરનાક બની રહી હતી તે પૈકીની એક ૨૪ વર્ષીય અસીફા મેંગલ હતી તેણે સોમવારે કરેલા ફીદાયીન (આત્મઘાતી) હુમલાને લીધે ૧૭ સિપાહીઓ સહિત કુલ ૫૦નાં મૃત્યુ થયા હતા આ સાથે ઇસ્લામાબાદ સરકારે ૪૦ કલાકનું પ્રચંડ યુદ્ધ શરૂ કરી દેતાં તેના તોપમારા અને મશીનગન ગોળીબારના લીધે ૧૪૫ જેટલા બલુચ લિબરેશન આર્મીના ૧૪૦ ઉગ્રપંથીઓ માર્યા ગયા હતા તેમ બલુચિસ્તાનના મુખ્યમંત્રી બુગટીએ પત્રકારોને જણાવ્યું હતું.
દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કહ્યું હતું કે, આત્મઘાતી હુમલો કરનાર બે યુવતીઓ હતી જ્યારે બી.એલ.એ. દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અસીફા મેંગલ, મોહમ્મદ ઇસ્માઇલ મેંગલના પુત્રી હતા. બલુચિસ્તાનના નુશ્કીમાં ૨, ઓક્ટોબર ૨૦૦૨ના દિવસે તેઓનો જન્મ થયો હતો તેઓ તેમના ૨૧મા જન્મદિને બીએલએની મજીદ બ્રિગેડમાં જોડાયા પછી તેઓએ ફીદાયીન (આત્મઘાતી) થવાનો નિર્ણય કર્યો અને મજીદ બ્રિગેડમાં જોડાયા જાન્યુ. ૨૦૨૪થી તેઓએ બ્રિગેડના સભ્ય હતાં. તેઓએ શનિવારે નશ્કી સ્થિત આઇએસઆઇના હેડ ક્વાર્ટર ઉપર આત્મઘાતી હુમલો કર્યો હતો.
તેઓની સાથે તેમના જીગરી દોસ્ત હવા બલોચે પણ આત્મઘાતી હુમલા કરવાનો નિર્ણય લીધો હતો તેઓ પણ મજીદ બ્રિગેડના સભ્ય બન્યા હતા અને ગ્વાડર સામે બીએલએની 'કાર્યવાહી'માં જોડાયા હતાં. તેઓ એક લેખિકા પણ હતા અને અગ્રીમ બુદ્ધિજીવી પણ હતા. તેમના પિતાશ્રી પણ કેટલાક વર્ષો પહેલા પાકિસ્તાન આર્મી સામે લડતા 'શહિદ' થયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આર્મીએ કરેલા પ્રચંડ હુમલાને લીધે ૧૪૫ જેટલા બીએલએના લડવૈયાઓ શહીદ થયા હોવા છતાં બલુચો પાક આર્મી સામે લડી રહ્યા છે. તેમના આર્મીમાં યુવતીઓ પણ જોડાઈ રહી છે તો બીજી તરફ પાક. સરકારે ભારત ઉપર આક્ષેપ મૂક્યો છે કે, ભારત જ તે આતંકીઓને શસ્ત્રો અને નાણાં આપે છે. ભારત તેનો ઇન્કાર કરે છે.


