World

ગ્વાડર તટ પાસે BLAએ પાક.ના 30 જેટલા કોસ્ટ ગાર્ડને મારી નાખ્યા

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
બલુચિસ્તાનના ગ્વાડર નજીક પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ કેમ્પ પર શુક્રવારે મોડી સાંજે બલુચ લિબરેશન આર્મીએ હુમલો કર્યો હતો. BLAના આત્મઘાતી એકમ 'મજીદ બ્રિગેડ'ના સભ્યએ વિસ્ફોટકો ભરેલો ટ્રક કેમ્પમાં ઘૂસાડી વિસ્ફોટ કર્યો હતો, જેમાં 30 પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના જવાનો માર્યા ગયા હતા અને અનેકને ઇજાઓ થઈ હતી. BLA ચીનીઓની હાજરીનો વિરોધ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્વાડર તટ પાસે BLAએ પાક.ના 30 જેટલા કોસ્ટ ગાર્ડને મારી નાખ્યા

ગ્વાડરમાં ચીનાઓની હાજરી સામે પણ BLAને વાંધો છે
આ હુમલો તેના આત્મઘાતી એકમ 'મજીદ બ્રિગેડે' કર્યો વિસ્ફોટકો ભરેલો ટ્રક કોસ્ટ ગાર્ડ કેમ્પમાં ઘૂસાડી દીધો
નવી દિલ્હી : બલુચિસ્તાનનાં ગ્વાડર પાસેના જિલાની વિસ્તારમાં આવેલા પનવાન વિસ્તાર સ્થિત પાકિસ્તાન કોસ્ટલ ગાર્ડના એક કેમ્પ ઉપર શુક્રવારે મોડી સાંજે બલુચ લિબરેશન આર્મીએ હુમલો કરી પાકિસ્તાનના ૩૦ કોસ્ટ ગાર્ડને મારી નાખ્યા હતા. અને અનેકને ઈજાઓ થઈ હતી. સહજ રીતે પાકિસ્તાન તંત્ર દ્વારા તે વિષે મૌન સેવવામાં આવ્યું છે.
બહુ થોડાને માહિતી હશે કે બલુચિસ્તાનો સાગર તટ ધીમે ધીમે ઢળતો જઈ સાગર સુધી મળે તેવો નથી પરંતુ સીધી કરાડો વળો છે. અરબી સમુદ્ર સીધો જ તે કરાડો સાથે અફળાય છે તેથી ગ્વાડર, પસની અને ઓરમારા જેવી નાની ભૂશિરો પરનાં બંદરગાહો જહાજો માટે ઘણાં જ અનુકૂળ છે. ગ્વાડરમાં ચીનાઓ બંદરનો વિકાસ હાથ ધરી રહ્યા છે. કવેટા, કલાન અને લા બેલાના માર્ગ ચાયના-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર ગ્વાડર તરફ જાય છે. આ સામે બલુચોને વાંધો છે. વળી પાકિસ્તાન બલુચિસ્તાનમાંથી દુર્લભ ધાતુઓ પણ ઉઠાવી નિકાસ કરી ધનના ઢગલા મેળવે છે અને પોતાના જ દેશની ધાતુઓની નિકાસમાંથી બલુચોને એક પાઇ પણ મળતી નથી. વળી ત્યાં પાકિસ્તાની સેનાનો જોહુકમી જ ચાલે છે તે સંયોગોમાં ત્યાં વિપ્લવ ફાટી જ પડે તે સહજ છે.
શુક્રવારે સાંજે બનેલી આ ગમખ્વાર ઘટનાની વિગતો તેવી છે કે, વાસ્તવમાં બલુચ લિબરેશન આર્મીથી બચવા પાકિસ્તાનનાં સલામતી દળોના કેમ્પ કિલ્લેબંધ રખાય છે તે પ્રમાણે આ કેમ્પ પણ કિલ્લેબંધ હતો. તેમાં બીએલએની લશ્કરીમાંથી ફત્તાહ સ્કવોર્ડના અતૌલ્લાહ બલુચ ઉર્ફે અજમલે વિસ્ફોટકો ભરેલો ટ્રક તે કિલ્લેબંધ કેમ્પના લોખંડના દરવાજા ઉપર અથડાવી દરવાજો તોડી કેમ્પની વચ્ચે જઈ જે વિસ્ફોટ કર્યો તેથી ઓછામાં ઓછા ૩૦ કોસ્ટગાર્ડ માર્યા ગયા હતા અને અનેકને ઇજાઓ થઈ હતી. સહજ છે કે ટ્રક ઘૂસાડી દેનાર પણ માર્યો ગયો હતો તે ઉપરાંત આ વિસ્ફોટથી માર્યા ગયેલાઓની સંખ્યા પણ વધવાની પૂરી શક્યતા છે. પાકિસ્તાન સરકાર કે તેના આર્મી દ્વારા આ ઘટના અંગે કશું કહેવામાં આવ્યું નથી પરંતુ બી.એલ.એ.ની મીડીયા વિંગ હક્કાલે તેનો વિડીયો પણ પ્રસિદ્ધ કર્યો છે. તેથી આ ઘટના અંગે પાકિસ્તાન સરકાર કે લશ્કર કશું બોલે કે ન બોલે તેથી કોઈ ફેર પડતો નથી.