World

'મને પસ્તાવો છે કે હું એપસ્ટિનને મળ્યો જ કેમ...' આરોપો અંગે બિલ ગેટે્સે તોડ્યું મૌન

By GS TEAM
5 Feb 20262 mins read
TukuTouch Logo
માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે 'એપસ્ટિન ફાઇલ્સ'માં લાગેલા સનસનાટીભર્યા આરોપો પર મૌન તોડતા તમામ દાવાઓને સરેઆમ ફગાવી દીધા છે. હાલમાં જ સામે આવેલા દસ્તાવેજોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સને રશિયન મહિલાઓ સાથેના સંબંધો બાદ જાતીય સંક્રમણ (STD) થયું હતું, જે બાબતે ગેટ્સે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલ્સ સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મને પસ્તાવો છે કે હું એપસ્ટિનને મળ્યો જ કેમ...' આરોપો અંગે બિલ ગેટે્સે તોડ્યું મૌન

Bill Gates Breaks Silence on Epstein Files : માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે 'એપસ્ટિન ફાઇલ્સ'માં લાગેલા સનસનાટીભર્યા આરોપો પર મૌન તોડતા તમામ દાવાઓને સરેઆમ ફગાવી દીધા છે. હાલમાં જ સામે આવેલા દસ્તાવેજોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સને રશિયન મહિલાઓ સાથેના સંબંધો બાદ જાતીય સંક્રમણ (STD) થયું હતું, જે બાબતે ગેટ્સે સ્પષ્ટતા કરી છે કે આ ઈમેઈલ્સ સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણા છે.

મને આજે પણ પસ્તાવો... 

ઓસ્ટ્રેલિયામાં આપેલા ઈન્ટરવ્યુમાં બિલ ગેટ્સે જણાવ્યું હતું કે જેફ્રી એપસ્ટિને તે ઈમેઈલ પોતાની જાતને જ લખ્યા હતા અને તે ક્યારેય મોકલવામાં આવ્યા નહોતા. દસ્તાવેજોમાં એવો દાવો હતો કે ગેટ્સે તેમની તત્કાલીન પત્ની મેલિન્ડા ગેટ્સને જાણ કર્યા વિના એન્ટિબાયોટિક દવાઓ માંગી હતી. આ અંગે ગેટ્સે સ્પષ્ટ કર્યું કે આ આરોપોમાં કોઈ તથ્ય નથી અને તે માત્ર તેમના ચારિત્ર્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે. તેમણે સ્વીકાર્યું હતું કે એપસ્ટિન સાથે મુલાકાત કરવી એ તેમની મોટી ભૂલ હતી, જેના માટે તેઓ આજે પણ પસ્તાવો કરે છે.

હું ક્યારેય એના આઇલેન્ડ પર નથી ગયો 

બિલ ગેટ્સે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેમનો સંપર્ક અત્યંત સીમિત હતો. તેમણે કહ્યું, "હું માત્ર ડિનર માટે ગયો હતો, હું ક્યારેય એપસ્ટિનના પ્રખ્યાત આઈલેન્ડ પર ગયો નથી કે કોઈ મહિલાને મળ્યો નથી." બીજી તરફ તેમની પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે આ ખુલાસાઓને 'હૃદયદ્રાવક' ગણાવ્યા છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલ ફાઇલ્સમાં 2013ના બે ઈમેઈલનો ઉલ્લેખ છે, પરંતુ તેની સત્યતા સાબિત કરવા માટે અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. ગેટ્સે ભારપૂર્વક જણાવ્યું છે કે જેમ જેમ વધુ માહિતી બહાર આવશે તેમ તેમ સત્ય સ્પષ્ટ થઈ જશે.