World

બર્લિન- પ્રાઇડ પરેડ ઉપર જાન લેવા હુમલો : 1નું મોત : અનેક ઘાયલ : સંદિગ્ધ પણ માર્યો ગયો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
બર્લિનમાં 'બર્લિન પ્રાઇડ' ઉત્સવ દરમિયાન ભીડમાં વાન ઘુસાડી 1 વ્યક્તિની હત્યા કરી 29ને ઘાયલ કરનાર લેબેનોન વંશીય જર્મન નાગરિક અબ્દુલ બલ્લુર પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસે તેને ટ્રેસ કરતા તેણે ગોળીબાર કર્યો, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કરતા તેનું મૃત્યુ થયું. તે ISISનો સભ્ય હોવાનું પણ બહાર આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બર્લિન- પ્રાઇડ પરેડ ઉપર જાન લેવા હુમલો : 1નું મોત : અનેક ઘાયલ : સંદિગ્ધ પણ માર્યો ગયો
  • બર્લિન મધ્ય ક્ષેત્રમાં હુમલો કરી નાસી જનારા, જર્મન નાગરિક થયેલ લેબેનોન વંશીય અબ્દુલ બલ્લુરને પોલીસે શોધી કાઢ્યો એન્કાઉન્ટર થયું

બર્લિન: 'બર્લિન પ્રાઇડ' પર થયેલા જાનલેવા હુમલામાં સંદિગ્ધ અબ્દુલ બલ્લુર રવિવારે શહેરના બહારના વિસ્તારમાં પોલીસ સાથેની મૂઠભેડમાં માર્યો ગયો હતો. તેને પોલીસે ટ્રેસ કરતા પોલીસને આવતી જોઈ અબ્દુલ બલ્લુરે ગોળીબાર શરૂ કર્યો તે સામે પોલીસે ગોળીબાર કરતા તે માર્યો ગયો હતો.
આ અંગેનો ઘટનાક્રમ તેવો છે કે બર્લિનમાં દર વર્ષે યોજાતા ઉત્સવ 'બર્લિન પ્રાઇડ' ફેસ્ટિવલ રવિવારે ચાલી રહ્યો હતો. ત્યારે રવિવારે રાત્રિના શહેરના મધ્ય વિસ્તારમાં ચાલતા આ ઉત્સવમાં અબ્દુ બલ્લુરે તેની મોટર ઘુસાડી દીધી તેના આ જાનલેવા હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે ૨૯ જેટલાને ઈજાઓ થઈ હતી. આ ઘટના પછી અબ્દુલ બુલ્લેર વાન પડતી મૂકી શહેરના બહારના વિસ્તારની બહાર આવેલી ઝાડીમાં નાસી ગયો પરેતુ પોલીસે તેનો પીછો કરી તેને શોધી લીધો, અને શરણે આવવા પોલીસે પોતાની પાસે રહેલા વ્યક્તિગત લાઉડ સ્પીકરથી પહેલા જણાવ્યું ત્યારે શરણે આવવાને બદલે તેણે ગોળીબાર શરૂ કર્યા. પોલીસે સામા ગોળીબાર કરતા તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે તેના વિશે માહિતી આપતા સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે એ અબ્દુલ બલ્લુર મૂળ લેબેનોનનો વતની હતો પછીથી બર્લિનમાં સ્થિર થયો હતો અને જર્મન નાગરિક પણ બન્યો. તેનો પાછળનો ઇતિહાસ તે વખતે જોવામાં આવ્યો નહીં તે મોટી ભૂલ હતી.
ગૃહમંત્રી એલેક્ઝાંડર ડોબ્રિંટે જણાવ્યું હતું કે,બુલ્લરે પહેલા વૅન ટોળામાં ઘૂસાડી પછી ધારદાર હથિયારથી અનેકને ઘાયલ કર્યા આપણે જે કૈ જોઈ રહ્યા છીએ તેથી તે સંકેત મળે છે કે, આપણે ઇસ્લામિક આતંકવાદ સામે સતત સાવચેત રહેવું જોઈએ. આ બુલ્લર પહેલા આઇએસ (ઇસ્લામિક સ્ટેટ = ખિલાફત) આંદોલનનો સભ્ય પણ હતો તે જાણ્યા સિવાય તેને જર્મન નાગરિકત્વ અપાયું તે ગૃહ વિભાગના અધિકારીઓની અક્ષમ્ય ભૂલ હતી જેનું પરિણામ આપણે ગઈકાલે જોયું.