શાંતિ વાટાઘાટોની ભીખ માંગવી અમારા DNAમાં નથી: યુદ્ધ પર 'બ્રેક' બાદ પણ ઈરાન આક્રમક, હોર્મુઝ પર કંટ્રોલનો દાવો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Claims Strait Of Hormuz Control Refuses : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સતત 13 રાત સુધી ચલાવેલો બોમ્બમારો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. યુએસ સૈન્યના મતે બોમ્બમારાના લક્ષ્યો પૂર્ણ થઈ ગયા હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, અમેરિકાના આ પગલાં બાદ પણ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, તે 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' (Strait of Hormuz) પર પોતાનું જ નિયંત્રણ રાખશે અને અમેરિકા સાથે કોઈ નવી શાંતિ વાટાઘાટો માટે તેમણે વિનંતી કરી નથી. ઈરાન દ્વારા હુમલા રોકવાના અમેરિકી નિર્ણયનો પ્રતિસાદ આપતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં મોટો કડાકો બોલાયો છે. બ્રેન્ટ ક્રૂડ જે ગયા અઠવાડિયે $100 પર પહોંચી ગયું હતું, તે ઘટાડા સાથે $89 ની આસપાસ પહોંચી ગયું છે.
'અમારી ડીએનએમાં ભીખ માગવાનું નથી' : ઈરાન
અમેરિકી અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ઈરાન વાટાઘાટો માટે વિનંતી કરી રહ્યું છે. જેનો ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ સખત વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે, મધ્યસ્થો દ્વારા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકા સાથે વાટાઘાટોની વિનંતીના અહેવાલો તદ્દન ખોટા છે, અને આ ઈરાનના ડીએનએમાં નથી. બીજી તરફ, ઈરાની સરકારી મીડિયાના અહેવાલો મુજબ, ઈરાને સોમવારે સવારે તેના સમુદ્રી વિસ્તારમાંથી પરવાનગી વિના પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 6 જહાજોને પાછા મોકલી દીધા છે. ઈરાનનું કહેવું છે કે, સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં તેના દ્વારા નક્કી કરાયેલો રૂટ જ સુરક્ષિત છે.
બે અઠવાડિયા ચાલેલા આ સંઘર્ષમાં ઈરાનમાં ભારે વિનાશ થયો છે, અને અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઈરાનના વળતા પ્રહારમાં 4 અમેરિકી સૈનિકો પણ માર્યા ગયા છે.









