Get The App

ઓપરેશન સર્ચલાઇટ: 1971ની એ 'કાળી રાત' જેને બાંગ્લાદેશ ક્યારેય નહીં ભૂલે, તારિક રહેમાનની પાકિસ્તાનને લપડાક

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ઓપરેશન સર્ચલાઇટ: 1971ની એ 'કાળી રાત' જેને બાંગ્લાદેશ ક્યારેય નહીં ભૂલે, તારિક રહેમાનની પાકિસ્તાનને લપડાક 1 - image


- 25 માર્ચ 1971ના દિવસે 'ઓપરેશન સર્ચલાઇટ'ના નામે પાકિસ્તાનની સેનાએ બાંગ્લાદેશમાં અમાનુષી અત્યાચારો અને કત્લ-એ-આમ શરૂ કર્યાં હતાં

નવી દિલ્હી : ભારતને ઘેરવાની કોશીશમાં પાકિસ્તાન થઈ શકે તેટલા ષડયંત્રો રચે પરંતુ તે લોહીના ડાઘ ધોઈ શકે તેમ નથી.

શેખ હસીનાને સત્તા પરથી દૂર કરાયા પછી મોહમ્મદ યુનુસનાં નેતૃત્વમાં અંતરિમ સરકાર રચાઈ. તેણે પાકિસ્તાનને ખૂબ જ સાથ આપ્યો. પરંતુ હવે ચૂંટણી પછી તારિક રહેમાનના નેતૃત્વમાં નવી બીએનસી સરકાર બની છે. તે ઇતિહાસ ભૂલી શકી નથી. પાકિસ્તાનની સેનાએ કરેલો નરસંહાર ભૂલી શકી નથી.

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને બુધવારના ૨૫મી માર્ચે નરસંહાર-દિવસ પર પોતાની સંવેદના વ્યકત કરી હતી. આ દિવસે ૨૫મી માર્ચ ૧૯૭૧ના દિવસે પાકિસ્તાની સેના તે સમયનાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) ઉપર પૂરેપૂરા ઝનુન અને ખુન્નસથી તૂટી પડી હતી. ઓપરેશન-સર્ચલાઈટના નામે હાથ ધરેલી આ કાર્યવાહીમાં પાક. સેનાએ, અસંખ્ય નિર્દોષ બંગાળીઓની કત્લ-એ-આમ શરૂ કરી. યુવતીઓના શીયળ લૂંટ્યા હતા.

તારિક રહેમાને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટમાં તેઓએ લખ્યું, ૨૫મી માર્ચ ૧૯૭૧નો દિવસ નર-સંહાર દિવસ બની રહ્યો. તેની યાદમાં તે દિવસના તમામ શહીદોને હું મારી ઘેરી શ્રધ્ધાંજલિ અર્પિત કરૃં છું. સ્વતંત્રતાપ્રેમી બાંગ્લાદેશના ઇતિહાસમાં ૨૫ મી માર્ચ ૧૯૭૧, સૌથી વધુ શર્મજનક અને ક્રૂર દિવસો પૈકીનો એક છે. તે કાળી રાત્રીએ કબજો જમાવનારી પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઇટ ના નામે અસંખ્ય, નિ:શસ્ત્ર અને નિર્દોષ બાંગ્લાદેશીઓનો કરેલો નરસંહાર ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે.