Get The App

BIG NEWS: તારિક રહેમાન બન્યા બાંગ્લાદેશના નવા વડાપ્રધાન, એક હિન્દુ નેતાને મંત્રિમંડળમાં સ્થાન

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
BIG NEWS: તારિક રહેમાન બન્યા બાંગ્લાદેશના નવા વડાપ્રધાન, એક હિન્દુ નેતાને મંત્રિમંડળમાં સ્થાન 1 - image

Tarique Rahman Oath Ceremony: બાંગ્લાદેશમાં 13મી સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે નવી સરકાર રચાઈ ચૂકી છે. 17 ફેબ્રુઆરી (મંગળવાર)એ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના વડા તારિક રહેમાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદના શપથ લીધા છે. બાંગ્લાદેશમાં અંદાજિત 30 વર્ષ બાદ કોઈ પુરૂષ વડાપ્રધાન બન્યો છે. NCPના સાંસદોએ આ શપથગ્રહણનો વિરોધ કર્યો.

યુનુસના નજીકના સહયોગીને વિદેશ મંત્રાલય મળ્યું

તારિક રહેમાનના મંત્રીમંડળમાં હિન્દુ નેતા નિતાઈ રોય ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારમાં NSA ડૉ. ખલીલુર રહેમાનને ટેક્નોક્રેટ ક્વોટા હેઠળ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ હવે બાંગ્લાદેશના આગામી વિદેશ મંત્રી હશે. તારિક રહેમાનના મંત્રીમંડળમાં, સલાહુદ્દીન અહેમદને ગૃહ વિભાગ અને અમીર ખસરુ મહમૂદ ચૌધરીને નાણાં અને યોજના મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

નવા નિમાયેલા કેબિનેટ મંત્રીઓ, એક માત્ર હિન્દુ નેતાને મંત્રિમંડળમાં સ્થાન

મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર, અમીર ખોશરૂ મહમુદ ચૌધરી, સલાહુદ્દીન અહેમદ, ઇકબાલ હસન મહમુદ, મેજર (નિવૃત્ત) હાફિઝ ઉદ્દીન અહેમદ બીર બિક્રમ, અબુ ઝફર મોહમ્મદ ઝાહીદ હુસેન, ડૉ. ખલીલુર રહેમાન, અબ્દુલ અવલ મિન્ટુ, કાઝી શાહ મોફઝલ હુસૈન કૈકોબાદ, મિઝાનુર રહેમાન મીનૂ, નિતાઈ રૉય ચૌધરી (હિન્દુ નેતા), ખંડેકર અબ્દુલ મુક્તદિર, અરિફુલ હક ચૌધરી, ઝહીર ઉદ્દીન સ્વપન, મોહમ્મદ અમીન ઉર રશીદ, અફરોઝા ખાનમ રીટા, શાહિદ ઉદ્દીન ચૌધરી અની, અસદુલ હબીબ દુલુ, મોહમ્મદ અસદુઝ્ઝમાં, ઝકારિયા તાહિર, દીપેન દીવાન (લઘુમતી), એએનએમ એહસાનુલ હક મિલન, સરદાર મોહમ્મદ સખાવત હુસૈન, ફકીર મહબૂબ અનમ અને શેખ રબીઉલ આલમ.

ભારતીય લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રહ્યા ઉપસ્થિત

ભારતમાંથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી હાજરી આપવા માટે ઢાકા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના ઉચ્ચ કમિશનર હમીદુલ્લાહ રિયાઝ પણ એરપોર્ટ પર હાજર હતા. શપથ ગ્રહણ સમારોહ માટે 13 દેશોને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યા હતા, જેમાં ભારત, ચીન અને પાકિસ્તાન જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મલેશિયા, માલદીવ, તુર્કી અને શ્રીલંકાના વડાઓ સમારોહમાં હાજર રહ્યા હતા. ચીન, સાઉદી અરેબિયા, યુએઈ અને બ્રુનેઈને પણ આમંત્રણો મોકલવામાં આવ્યા હતા.