World

બાંગ્લાદેશ ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર છે તે મોટા-પાડોશી દેશ પાસે, તેવી જ આશા રાખે છે : એન.આઇ. મોની

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ઢાકા: બાંગ્લાદેશના સાંસદ નુરૂલ-ઇસ્લામ મોનીએ ભારત સાથે સંબંધો સુધારવા ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, ભારત એક મોટો પાડોશી દેશ છે અને જો તે સંબંધો મજબૂત કરવા હાથ લંબાવશે તો બાંગ્લાદેશ પણ તૈયાર છે. 101 કરારોની સમીક્ષા જરૂરી છે, કેટલાક સુધારા સાથે ચાલુ રાખી શકાય છે. તિસ્તા જળ વિવાદ અને શેખ હસીનાનો મુદ્દો ચર્ચાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશ ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર છે તે મોટા-પાડોશી દેશ પાસે, તેવી જ આશા રાખે છે : એન.આઇ. મોની
  • ચીન તો આવતું આવશે, ભારત સાથે સંબંધો સુધારો
  • ભારત સાથે થયેલા ૧૦૧ કરારો સંબંધે બાંગ્લાદેશના અગ્રીમ સાંસદ નુરૂબ-ઇસ્લામ મોનીએ કહ્યું : કેટલાક ચાલે તેમ છે : કેટલાકની સમીક્ષા જરૂરી છે

ઢાકા : બાંગ્લાદેશ જાતીય સંગસદ (સંસદ)ના ચીફ વ્હીપ નુરૂલ ઇસ્લામ મોનીએ ભારતને એક મોટા પાડોશી દેશ કહેવા સાથે જણાવ્યું હતું કે, જો ભારત, સંબંધો મજબૂત કરવા હાથ લંબાવશે તો, બાંગ્લાદેશ પણ સંબંધો મજબૂત કરવા હાથ લંબાવવા તૈયાર જ છે.
એએનઆઈને આપેલી એક મુલાકાતમાં મોનીએ ભારતને એક મોટા પાડોશી દેશ કહેવા સાથે જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તેના તરફથી હાથ લંબાવવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ. સાથે કહ્યું કે તે સંબંધો સમાનતા અને પારસ્પરિક સાર્વભૌમત્વની સ્વીકૃતિના આધારે હોવા જોઈએ. તેઓએ આ સાથે સ્પષ્ટતા કરી હતી કે, તે કરારોની સમીક્ષા કરવાનો અર્થ તે કરારો સાફ કરવા તેવો થતો જ નથી. માત્ર તેમાં થોડા સુધારા કરવા તેવો થાય છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક-રહેમાનની ભારતની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે, તે માટે બંને દેશો પરસ્પરને અનુકૂળ તેવી તારીખ નક્કી કરી રહ્યા છે, વહેલા કે મોડા તેઓ ભારત જશે જ તે નિશ્ચિત છે, પરંતુ ચોક્કસ તારીખ હું કહી શકતો નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓની (તારિક રહેમાનની) મુલાકાત દરમિયાન કેટલાક વિવાદાસ્પદ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. અને મતભેદો દૂર કરવા પ્રયત્ન કરાશે. નિરિક્ષકો કહે છે કે તિસ્તા-જળ-વહેંચણી અને શેખ હસીનાએ ભારતમાં લીધેલો રાજ્યાશ્રય મહત્વના વિવાદાસ્પદ મુદ્દાઓ છે.
વિશ્લેષકો નુરૂલ- ઇસ્લામ-મોનીનાં આ વિધાનો ઉપરથી તારણ આપે છે કે, તિસ્તા-જળ-વિવાદમાં ચીને પડવાની ના કહી દીધી હતી. બીજુ ચતગાંવ (ચિત્તેગોંગ) નજીક ચીન તેનું લશ્કરી થાણું વિકસાવે તો અમેરિકાને પણ વાંધો પડે તેમ છે તેથી તે આઈએમએફ તરફથી મળનારી લોન ઉપર દબાણ કરી શકે તેમ છે. ભારતને તો વાંધો પડે જ તે સહજ પણ છે. ચીનનું તે થાણું સમગ્ર બંગાળના ઉપસાગર માટે ભયરૂપ બની રહે તેથી ભારતને વાંધો પડે. ભારત વ્યાપાર સંબંધી બાંગ્લાદેશનું સૌથી મોટુ પાર્ટનર છે. તેથી ભારત સાથે બગાડવું પોસાય તેમ નથી. બાંગ્લાદેશના વિદ્વાનો જ તેની સરકારને ચેતવે છે કે, ચીન તો આવતું આવશે, ભારત સાથે સંબંધો સુધારો.