World

બાંગ્લાદેશે ચીન સાથે મળી કર્યો મોટો ખેલ, ભારત માટે કોલકાતાથી હલ્દિયા સુધી ખતરો!

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશે ભારત સાથે વિશ્વાસઘાત કરીને મોંગલા પોર્ટ પ્રોજેક્ટ ચીનને સોંપ્યો છે. તારિક રહેમાન સરકારે 2015માં ભારતને અપાયેલો આ પોર્ટ હવે ચીનની સરકારી કંપની CCCCને આપ્યો છે. ભારતીય સરહદથી માત્ર 80 કિમી દૂર આ ચીની અડ્ડો સુરક્ષા માટે મોટો ખતરો છે. ચીન અહીં જાસૂસી કરી ભારતીય નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખશે. આ પગલું ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ માટે મોટો આંચકો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશે ચીન સાથે મળી કર્યો મોટો ખેલ, ભારત માટે કોલકાતાથી હલ્દિયા સુધી ખતરો!

Bangladesh Mongla Port Project China Contract 2026: બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારે ભારત સાથે વિશ્વાસઘાત કરીને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતો મોંગલા પોર્ટ પ્રોજેક્ટ ભારત પાસેથી છીનવીને ચીનની ઝોળીમાં નાખી દીધો છે. વર્ષ 2015માં ભારતને સોંપવામાં આવેલા આ દરિયાઈ બંદર પર હવે ચીનની સરકારી કંપનીની મરજી ચાલશે, જે ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને પૂર્વીય સુરક્ષા ચક્રવ્યૂહ માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.

ભારતીય બોર્ડરથી માત્ર 80 કિમી દૂર ચીની અડ્ડો
ચીનની સરકારી કંપની ‘ચાઇના સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન’ (CCCC) ને મોંગલા પોર્ટનું નિયંત્રણ સોંપાયું છે. આ લોકેશન ભારતીય સરહદથી માત્ર 80 કિલોમીટરની દૂરી પર આવેલું છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ચીન અહીં કોઈ વ્યાપાર કરવા નથી આવ્યું, તેનો અસલી હેતુ જાસૂસીનો છે. ચીન અહીં પોતાના અત્યાધુનિક દરિયાઈ સર્વેલન્સ સિસ્ટમ અને ઈલેક્ટ્રોનિક જાસૂસી ઉપકરણો ફિટ કરશે. જેનાથી કોલકાતા અને હલ્દિયા પોર્ટની હલચલ, ભારતીય નૌસેનાના જહાજોનું મુવમેન્ટ અને કોસ્ટલ રડાર નેટવર્કનો સીક્રેટ ડેટા ચીની સેના પોતાના કમ્પ્યુટર સ્ક્રીન પર લાઈવ જોઈ શકશે.

બાંગ્લાદેશમાં ચીનની કૂટનીતિક ગુલામીની શરૂઆત
આ કોઈ અચાનક બનેલી ઘટના નથી પરંતુ રહેમાન સરકારનો એક વિચારણાપૂર્વકનો પ્લાન છે. જે ભારત પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. બાંગ્લાદેશે મોંગલા પોર્ટની પાસે જ 110 એકરની જમીન ચીની ફેક્ટરીઓ માટે અનામત રાખી દીધી છે. એટલું જ નહીં, બાંગ્લાદેશની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ચીની ભાષા ‘મેન્ડરિન’ શીખવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. જે સીધી રીતે ચીનની કૂટનીતિક ગુલામી તરફ સંકેત કરે છે. મોંગલા પોર્ટ હાથમાંથી નીકળી જતાં ભારતનો નોર્થ-ઈસ્ટ રાજ્યો સુધી સસ્તા દરે માલસામાન પહોંચાડવાનો મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ પ્લાન ખોરવાઈ ગયો છે.

તીસ્તા નદીથી લઈને મ્યાનમાર સુધી ઘેરાબંદી
સમંદરના આ ખેલ ઉપરાંત ચીન ભારતની પૂર્વીય બોર્ડર પર પણ ખતરનાક ચાલ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશના સમર્થન સાથે ચીને ભારતની નાક નીચે તીસ્તા નદી પર એક વિશાળ અને વિવાદિત ડેમ બનાવવાનું કામ રોકેટ ગતિએ શરૂ કરી દીધું છે. જેના કારણે હવે તીસ્તાના પાણીની ચાવી પણ ચીનના હાથમાં જશે. આ સાથે ‘ચીન-બાંગ્લાદેશ-મ્યાનમાર ઇકોનોમિક કોરિડોર’ નું કામ પણ ઝડપથી પૂરું કરાઈ રહ્યું છે. ચીનની આ ચાલ ભારતને ચારેય તરફથી ઘેરવાની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ નીતિને વધુ મજબૂત બનાવે છે. જે પૂર્વીય મોરચે ભારત માટે આગામી સમયમાં મોટો પડકાર સાબિત થશે.