ભારે વરસાદ વચ્ચે નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Avalanche: નેપાળના મનાંગ જિલ્લામાં તિબેટ સરહ પાસે સ્થિત હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર રવિવારે સવારે હિમસ્ખલન થયું હતું. જેમાં 7126 મીટર ઊંચા પર્વત પર 10 લોકો લાપતા થઈ ગયા છે. જેમાં પર્વતારોહક સહિત સહાયક કર્મચારીઓ સામેલ છે. મિશન આયોજકોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
એક્સ્પેડિશન ઓપરેટર્સ એસોસિએશન નેપાળના મહાસચિવ ઋષિ ભંડારીએ કહ્યું છે કે, આ ઘટના સત્ય છે. તેમના જણાવ્યા પ્રમાણે, બે લોકો ઇમેજિન નેપાળ પ્રાઇવેટ લિમિટેડ અને 8 લોકો હિમાલયન હોલિડેઝ નેપાળ સાથે જોડાયેલા છે. મિશન આયોજક મિંગમા ગ્યાલ્ઝે શેરપાએ પુષ્ટિ કરી છે કે, એવલાન્ચ રવિવારે સવારે થયો હતો. જેમાં તેમના બે રસોઈયા પણ લાપતા છે.
ગત સપ્તાહે હવામાનની ચેતવણી પછી મોટાભાગની ટીમ પહાડી વિસ્તારોના ઢોળાવથી ઉતરીને સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. પરંતુ કેટલાક લોકો અકારણ પાછળ રહી ગયા હતા અને ત્યારબાદ થયેલી ભારે હિમવર્ષાને કારણે પર્વતારોહણ અટકી ગયું હતું. લાપતા લોકો અલગ અલગ મિશન કંપનીઓ સાથે જોડાયેલા છે.
નેપાળના પ્રવાસન વિભાગના મહાનિદેશક રામ કૃષ્ણ લામિછાનેએ આ મામલે જણાવ્યું હતું કે, વિભાગ નજીકથી સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યું છે. અધિકારી વધુ માહિતી મેળવી રહ્યા છે અને લાપતા લોકોની શોધખોળ તેમજ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. હિમલુંગ હિમાલ પર હેલિકોપ્ટર લઈ જવા વધારાની પરમિટની જરૂર પડી શકે છે, તેથી પહોંચવામાં મુશ્કેલી વધી શકે છે. આ શિખર પર્વતારોહકોમાં ખાસ્સું લોકપ્રિય છે.
ખરાબ વાતાવરણે મુશ્કેલી વધારી
નેપાળમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે, તે દરમિયાન એવલાન્ચની આ ઘટના બની છે. બંગાળની ખાડી પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે હિમવર્ષા અને પહાડી વિસ્તારો તથા મેદાનોમાં સતત વરસાદ ચાલી રહ્યો છે. શુક્રવારે ખરાબ વાતાવરણ છે. તેને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને કેટલાક વિસ્તારમાં રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
પર્યટન અધિકારીઓ ટ્રેકર્સ અને પર્વતારોહકોને હાલ આગળ ન વધવાની અપીલ કરી છે. પ્રવાસન વિભાગે ચેતવણી જાહેર કરીને પ્રવાસ રોકવા માટે સલાહ આપી છે. ગત મહિને રસુવામાં આવેલા વિનાશકારી પૂરમાં 1400થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને 5000થી વધુ લાપતા થઈ ગયા હતા.
રેસ્ક્યૂ ઓપરેશનમાં પડકાર
ખરાબ વાતાવરણને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. હેલિકોપ્ટરને ઘટનાસ્થળ સુધી પહોંચાડવા માટે વધારાની પરમિશન લેવી પડી શકે છે. અધિકારીઓને સટીક માહિતી મેળવવા અને લાપતા લોકોની જાણકારી મેળવવા માટે વધુ સમય લાગી શકે છે. પરિવારજનો ચિંતિત છે અને અપડેટ આવવાની રાહ જોઈ રહ્યા છે.




