World

ઓસ્ટ્રેલિયન મહિલાએ એકસાથે ચાર 'હમશકલ' બાળકીઓને જન્મ આપ્યો

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયામાં 34 વર્ષીય જેનીટાર નાઆમોઆનાએ એક જ અંડમાંથી વિકસિત ચાર એકસરખી બાળકીઓને જન્મ આપી તબીબી જગતને આશ્ચર્યચકિત કર્યા છે. 14 જુલાઈએ સિઝેરિયન દ્વારા સુરક્ષિત જન્મ થયો. દોઢ કરોડ ગર્ભધારણમાં એકવાર જોવા મળતો આ દુર્લભ કિસ્સો છે. આ પરિવારને પહેલાથી ચાર બાળકો છે, હવે 8 બાળકોની પરવરિશનો બોજ ઉઠાવવા સહાયતા અભિયાનમાં 25 લાખથી વધુનો ફાળો મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયન મહિલાએ એકસાથે ચાર 'હમશકલ' બાળકીઓને જન્મ આપ્યો

તબીબોના મતે દોઢ કરોડ પ્રસવમાં એક કેસ બની શકે
પહેલેથી ચાર બાળકો ધરાવતા પરિવાર પર હવે પરવરિશનો બોજ, સહાયતા અભિયાનમાં લાખો ડોલરનો ફાળો મળ્યો

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની ૩૪ વર્ષીય જેનીટાર નાઆમોઆનાએ એક જ અંડમાંથી વિકસીત થયેલી ચાર એકસરખી બાળકીઓને જન્મ આપીને ચિકિત્સા વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે. ૧૪ જુલાઈએ સાત મહિના ચાર દિવસની ગર્ભાવસ્થા પછી સિઝેરિયન ઓપરેશન દ્વારા આ બાળકીઓનો સુરક્ષિત જન્મ થયો. ચિકિત્સા વિજ્ઞાાનમાં એને મોનોઝાઈગોટિક ક્વોડ્રુપ્લેટ્સ કહેવાય છે, જે લગભગ દોઢ કરોડ ગર્ભધારણમાં માત્ર એકવાર જોવા મળે છે.
તબીબી નિષ્ણાતોના મતે આ દુર્લભ ગર્ભાવસ્થામાં એક જ ફળદ્રુપ ઈંડુ ચાર ભાગમાં વિભાજિત થયું, જેમાંથી ચાર બાળકીઓનો જન્મ થયો. સૌથી અનોખી વાત એ છે કે ચારેય ભૂ્રણ એક જ પ્લેસેન્ટાથી જોડાયેલા હતા, જે ચિકિત્સા વિજ્ઞાાનમાં અત્યંત અસામાન્ય સ્થિતિ માનવામાં આવે છે. આ જ કારણે સમગ્ર ગર્ભાવસ્થાને અત્યાધિક જોખમી માનવામાં આવી અને સમગ્ર સમય દરમ્યાન ચિકિત્સકોએ મહિલાની વિશેષ દેખરેખ રાખી.
ગર્ભાવસ્થાના પચ્ચીસમાં અઠવાડિયામાં જ જેનીટારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેથી માતા અને બાળકીઓની સતત દેખરેખ રાખી શકાય. સુરક્ષિત પ્રસવ પછી બાળકીઓના નામ એમિલી, હૈરિયટ, કૈથરીન અને અલેક્સા રાખવામાં આવ્યા. ચોથી બાળકીનું નામ ઉપચાર કરનાર ડોક્ટર અલેક્સા બેંડલના સન્માનમાં રાખવામાં આવ્યું. હાલ ચારે નવજાત સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમના પૂર્ણ વિકાસ સુધી તેમને એનઆઈસીયુમાં ઈન્ક્યુબેટરમાં રાખવામાં આવી છે.
જેનીટાર અને તેના પતિ જોર્થમને પહેલેથી ચાર બાળકો છે. હવે પરિવારમાં કુલ આઠ બાળકો સહિત દસ સભ્યો થઈ ગયા છે. એક સાથે ચાર નવજાતની દેખભાળ અને આટલા મોટા પરિવારની જરૂરીયાતને પૂરી કરવી તેમના માટે મોટો પડકાર બની ગયો છે. આ જ કારણે તેમણે હવે વેન ખરીદવા માટે ઓનલાઈન સહાયતા અભિયાન શરૂ કર્યું છે. તેમની ભાવનાત્મક અપીલથી પ્રભાવિત થઈને લોકોએ અત્યાર સુધી ૩૭ હજાર ઓસ્ટ્રેલિયાઈ ડોલર એટલે લગભગ ૨૫ લાખ રૂપિયાથ વધુનો સહયોગ પ્રદાન કર્યો છે.