Get The App

ઓસ્ટ્રેલિયાએ વિશ્વની પ્રથમ માનવરહિત ડ્રોન બોટ બનાવી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયાએ વિશ્વની પ્રથમ માનવરહિત ડ્રોન બોટ બનાવી 1 - image

- થ્રી-ડી પ્રિન્ટિંગના ઉપયોગથી મોટી સફળતા

- એઆઈથી સજ્જ ડ્રોન બોટ પેટ્રોલિંગ અને સમુદ્રની જાણકારી મેળવવા ઉપયોગી 

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાએ થ્રી-ડી પેઇન્ટિંગનો ઉપયોગ કરીને વિશ્વનું સૌપ્રથમ એવી ડ્રોન બોટ બનાવી છે તેમા કોઈ સવાર નહીં થાય. તેથી  તેને અનસ્ક્રૂ સરફેસ વ્હીકલ (યુએસવી) નામ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ડ્રોન બોટ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે. 

અહેવાલ મુજબ એસ્ટ્રા ૪૬૦ નામનું જહાજ વાસ્તવમાં ૧૫ ફૂટ લાંબી ડ્રોન બોટ છે. તેને ૪૦ કલાકમાં તૈયાર કરી શકાય છે. તેને બનાવવામાં રિસાઇકલ કરવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમા માણસ તો શું રોબોટ પણ નહીં બેસે. ઓસ્ટ્રેલિયાએ તેને પોતાની સંરક્ષણ જરૂરિયાતો માટે બનાવ્યું છે. 

ઇન્ટરેસ્ટિંગ એન્જિનિયરિંગના રિપોર્ટ મુજબ એસ્ટ્રા ૪૬૦ જહાજમાં ઓટોમેટિક એઆઈ  સિસ્ટમને ફિટ કરી તેને પાણીમાં ઉતારી શકાય છે. આ જહાજમાં ન તો માણસ સવાર હશે ન તો રોબોટ. તેમા એક સિસ્ટમ ફિટ કરવામાં આવશે, જે સમુદ્રની દરેક હલચલની જાણકારી પહોંચાડશે. 

આ જહાજની મહત્તમ સ્પીડ ૪૦ નોટ્સ છે. તે ૨૦થી ૩૦ નોટ્સની સ્પીડે પેટ્રોલિંગ કરી શકે છે. તે સમુદ્રના આકરા પ્રવાહોનો સામનો કરતાં ગુપ્ત જાણકારી મેળવવા અને જરૂરત પડતાં શસ્ત્રો લાવવા સક્ષમ છે. હાલમાં આવી દસ યુએસવી બનાવવાની છે. જરૂર પડતા તેનું ઉત્પાદન વધારીને ૧૦૦ સુધી પહોંચાડી શકાય છે.

આ જહાજને લાર્જ ફોર્મેટ એડિટિવ મેન્યુફેક્ચરિંગ (એલફામ) ટેકનિકનો ઉપયોગ કરીને તેના નીચલા હિસ્સામાં ૪૦ કલાક સુધી બનાવી શકાય છે. એલફામ મોટાપાયા પર ઉપયોગમાં લેવાતું થ્રીડી પ્રિન્ટિંગ જ છે. આ જહાજમાં ઓટોમેટિક નેવિગેશન અને કંટ્રોલ સોફ્ટવેર લગાવવામાં આવ્યું છે, જેને ગામા નામના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તે મશીનની જરૂરતના હિસાબે ઢળી જાય છે.જહાજમાં ઓટોમેટિક એઆઈ સિસ્ટમ ફિટ કરીને તેને સમુદ્રની અંતર ઉતારી શકાય છે.