World

પાકિસ્તાનની ત્રણેય સેનાનું સુકાન આસિમ મુનીરને સોંપાયું, કેબિનેટે આપી નવા સૈન્ય કાયદાઓને મંજૂરી

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકારે સેના કમાનમાં મોટા ફેરફારો કર્યા છે. ગુરુવારે કેન્દ્રીય મંત્રીમંડળે 'ડિફેન્સ ફોર્સિસ એક્ટ 2026' અને 'નેશનલ કમાન્ડ ઓથોરિટી એક્ટ 2010'માં સુધારાને મંજૂરી આપી. આર્મી ચીફ આસિમ મુનીરને દેશના પ્રથમ CDF (ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ) બનાવાયા, જેનાથી ત્રણેય પાંખ પર તેમનું નિયંત્રણ મજબૂત બનશે. આ સુધારા સંસદમાં રજૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની ત્રણેય સેનાનું સુકાન આસિમ મુનીરને સોંપાયું, કેબિનેટે આપી નવા સૈન્ય કાયદાઓને મંજૂરી
AI તસવીર

Pakistan's Army Chief Asim Munir becomes supreme authority: પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે દેશની સૈન્ય કમાનના માળખામાં મોટા ફેરફારો કરવા તરફ વધુ એક પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળની ગુરુવારે યોજાયેલી બેઠકમાં 'ડિફેન્સ ફોર્સિસ એક્ટ 2026'ના મુસદ્દા અને 'નેશનલ કમાન્ડ ઓથોરિટી એક્ટ 2010'માં સુધારાને મંજૂરી અપાઈ છે. આ નિર્ણયો 27મા બંધારણીય સુધારા હેઠળ લાવવામાં આવેલા સૈન્ય સુધારાને કાનૂની માળખું પૂરું પાડવા માટે લેવામાં આવ્યા છે.

મુખ્ય હકીકતો અને ફેરફારો

  • સીડીએફ (CDF) કાર્યાલયને કાનૂની પીઠબળ: નવા સુધારા મુજબ, 'ચેરમેન જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટી' (CJCSC) નું પદ નાબૂદ કરાયું છે. તેના સ્થાને 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ' (CDF) ના નવા હોદ્દા અને તેના મુખ્ય મથકની વહીવટી વ્યવસ્થા માટે આ નવો કાયદો તૈયાર કરાયો છે.
  • આસિમ મુનીરની બેવડી ભૂમિકા: આ સુધારા અંતર્ગત આર્મી ચીફ જ સાથે 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ' (CDF) તરીકે પણ સેવા આપશે. આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને દેશના પ્રથમ CDF તરીકે નિયુક્ત કરાયા છે, જેનાથી ત્રણેય પાંખ પર તેમનું નિયંત્રણ વધુ મજબૂત બનશે.
  • નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડરની નિમણૂક: કમાન્ડર ઓફ ધ નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડની નિમણૂક વડાપ્રધાન દ્વારા CDFની ભલામણ પર 3 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે. આ નિમણૂક કે કાર્યકાળના વિસ્તરણને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં.
  • સંસદમાં રજૂ કરાશે: મંત્રીમંડળની મંજૂરી બાદ આ બંને સુધારા વિધેયક (બિલ) ને આગામી મંજૂરી માટે સંસદના ચાલુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

આ ફેરફારોને કારણે પાકિસ્તાનમાં સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેની કમાન વ્યવસ્થામાં મોટો ફેરફાર આવશે અને દેશના સૈન્ય નેતૃત્વની શક્તિઓમાં વધારો થશે.

નોંધનીય છે કે, કેબિનેટ કે મંત્રીમંડળ કોઈ મુસદ્દાને મંજૂરી આપે, ત્યારે તેનો અર્થ એ થાય કે સરકારે તે નીતિ કે કાયદાના તમામ નિયમો અને જોગવાઈઓનો સ્વીકાર કરી લીધો છે અને હવે તે 'બિલ' (વિધેયક) તરીકે સંસદ કે વિધાનસભામાં રજૂ થવા માટે સંપૂર્ણ તૈયાર છે.