World

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયત્ન નિષ્ફળ કરાયો ગોલ્ફ-કોર્સ પાસે પિસ્તોલધારીની ધરપકડ કરાઈ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
લોસ એન્જલસમાં, ટ્રમ્પના ગોલ્ફ ક્લબ નજીકથી 38 વર્ષના જ્હોન રીલે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તે પિસ્તોલ, 16 રાઉન્ડનું મેગેઝિન અને બોડી આર્મર સાથે પકડાયો હતો. તેની મોટરમાંથી અન્ય શસ્ત્રો અને શંકાસ્પદ નોટબુક પણ મળી આવી છે. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયત્ન નિષ્ફળ કરાયો ગોલ્ફ-કોર્સ પાસે પિસ્તોલધારીની ધરપકડ કરાઈ
  • સધર્ન કેલિફોર્નિયામાં ગોલ્ફ કોર્સ પાસે પકડાયેલ ૩૮ વર્ષના શખ્સની મોટરમાંથી બીજા શસ્ત્રો, સરંજામ મળી આવ્યા

લોસ એન્જલસ : દક્ષિણ કેલિફોર્નિયામાં પ્રમુખ ટ્રમ્પના ગોલ્ફકાર્ટ પાસે ૩૮ વર્ષના એક પિસ્તોલધારીની પોલીસે ધરપકડ કરી હતી. જ્હોન રીલે નામક આ શખ્સની મોટરમાંથી પણ બીજા શસ્ત્રો અને ઘાતક સરંજામ મળી આવ્યો હતો. લોસ એન્જલસ કાઉન્ટી શેરીફની ઓફિસે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ જ્હોન રીલે પહેલા ફોટોગ્રાફ પાડતો જોવા મળ્યો હતો. તે સ્થળ વર્ડસ સ્થિત ટ્રમ્પના નેશનલ ગોલ્ફ ક્લબને અડીને આવેલું છે. અહીં બે દિવસ પછી પ્રમુખ ટ્રમ્પ રીપબ્લિકન ફંડ રેઇઝીંગ કમિટીને રાત્રિ ભોજન પણ આપવાના છે.
આ રીલે નામક શખ્સે પોતાના સરકોટના ખિસ્સામાં ૧૬ રાઉન્ડનું મેગેઝિન રાખ્યું હતું. તેમજ બોડી આર્મર (બખ્તર) પહેર્યું હતું. (જેથી શાર્પનેસ ન વાગે) મોટરમાંથી કેટલાક દ્વિધાજનક નિવેદનોની નોંધવાળી નોટબુક પણ મળી આવી હતી.
પોલીસે જ્હોન રીલેની પૂછપરછ શરૂ કરી દીધી છે. તેની ઉપર સેકન્ડ ડીગ્રી રોબરી, પઝેશન ઓફ લાર્જ કેપેસીટી મેગેઝિન, તથા શોર્ટબેસડ રાયફલ (શોટગન) રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની ઉપર નજર રાખવી શરૂ કરી દીધી હતી. તેમાં તે ફાયર-આર્મ ખેંચવા ગયો ત્યાં જ પોલીસે પકડી પાડયો હતો. તેની મોટરની તપાસ કરતા પાછળની સીટ નીચેથી ઘાતક શસ્ત્રોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે અલ-એગુન્ડોમાં થયેલી રોબરી (લૂંટ) અંગે પોલીસે શંકા ઉપરથી આ જ્હોન રીલેની પૂછપરછ તો કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ની ચૂંટણી માટે ચાલી રહેલ ઝુંબેશ દરમિયાન ૨૦૨૪માં પણ તે સમયના પ્રમુખપદના ઉમેદવાર તરીકે રહેલા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે તો ગોળી તેમના કાનના ઉપરના ભાગે છરકો કરી ગઇ હતી. સદ્ભાગ્યે ટ્રમ્પે તેનું માથુ જરા ફેરવ્યું તેથી માથાના ભાગે ગોળી ન વાગતા કાન ઉપર છરકો કરી ગઈ હતી.