કતાર દ્વારા અમેરિકાને શર્તો પહોંચાડી તે પૈકી મહત્ત્વની શર્તો છે : તમામ મોર્ચે યુદ્ધ બંધ કરવું : યુ.એસે. નૌકા નાકાબંધી ઉઠાવી લેવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તહેરાન : મંત્રણા શરૂ કરવા માટે ઇરાને ૭ શર્તો મુકી છે. સાથે ચેતવણી ઉચ્ચારી છે કે જો તે ન સ્વીકારાય તો ફરી નિર્ણાયક યુદ્ધ શરૂ થઇ જશે.
સમાચાર સંસ્થા અલ-જઝીરા, જણાવે છે કે ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સીલના સચિવ મોહસીન રેઝાઈએ જણાવ્યું હતું કે કતારે ઇરાનની તે શર્તો અમેરિકાને મોકલી આપી છે, હવે ઇરાન પ્રમુખ ટ્રમ્પના ઉત્તરની રાહ જુએ છે.
રેઝાઈએ વધુમાં જણાવ્યું કે તે શર્તો પૈકી બે મહત્ત્વની શર્તો આ પ્રમાણે છે. (૧) તમામ મોર્ચે યુદ્ધ બંધ કરવું અને (૨) અમેરિકાએ નૌકા નાકાબંધી ઉઠાવી લેવી તે ઉપરાંત ત્રીજી મહત્ત્વની શર્ત તે છે કે ઇરાનનાં જપ્ત કરાયેલાં તમામ ફંડ મુક્ત કરવાં.
આ ઉપરાંત એક અન્ય ઠ પોસ્ટ ઉપર રેઝાઈએ જણાવ્યું હતું કે ઇરાને મંત્રણા ફરી શરૂ કરવા, સાત શર્તો રજૂ કરી છે. ઇરાનનું મંતવ્ય તો બહુ સ્પષ્ટ છે, તેમાં કશી અસંબંદ્ધતા નથી. જો વોશિંગ્ટનને આ કલહમાંથી બહાર નીકળવું જ હોય તો તેની પાસે ઇરાનના અધિકારો અને શર્તો સ્વીકાર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નથી.
રેઝાઇએ વધુમાં જણાવ્યું હતું કે તે શર્તો સ્વીકારવી એ વોશિંગ્ટનના હિતમાં છે. ટ્રમ્પ દ્વારા અપાતી ધમકીઓનું કોઈ પરિણામ ચાલી શકે તેમ નથી. અમે તો નિર્ણયાત્મક યુદ્ધ માટે તૈયાર જ છીએ.
અહેવાલો વધુમાં જણાવે છે કે કતાર અને પાકિસ્તાન બંને ઇરાન અમેરિકા મંત્રણા ફરી શરૂ થાય તે માટે તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. પ્રાદેશિક દેશો પણ આ યુદ્ધનો અંત આવે તેમ ઇચ્છે છે. આ સાથે રેઝાઇએ તેમ પણ કહ્યું હતું કે અમેરિકા દ્વારા ફરી હુમલો કરવામાં આવે તે શક્યતા નકારી શકાય તેમ નથી. તે સામે, ઇરાને, અમેરિકાનાં યુદ્ધ જહાજો પર હુમલા કરવાની તૈયારી રાખી જ છે. ટૂંકમાં આ તબક્કે તો શાંતિ મંત્રણાની સંભાવના હવામાં ઓગળી ગઈ છે.




