- ઇટાલીની ઉર્જા કંપની 'એની'એ ઇન્ડોનેશિયાના પૂર્વના કાવી-મંતન પ્રાંતના તટથી 70 કિ.મી. દૂર 5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ, 300 મિલિયન બેરલ 'કંડેન સેટ' શોધી કાઢ્યું
જાકાર્તા : મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં જ્યારે દુનિયાભરમાં પેટ્રોલ, ડિઝલની કિંમતમાં અસામાન્ય વધારો કરી દીધો છે. એ ફોસીલ ફ્યુએલની ભારે મોટી ખેંચ પણ ઊભી થઈ છે. તેવે સમયે ખુશખબર આવ્યા છે કે ઇન્ડોનેશિયાના કાવીમંતન ટાપુથી (પ્રાંતથી) ૭૦ કી.મી. દૂર આવેલા એક સ્થળે પાંચ ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ તથા ૩૦૦ મિલિયન બેરલ જેટલું કંડેન સેટ (એક પ્રકારનું તરલ હાઈડ્રોકાર્બન) હોવાનું મળી આવ્યું છે. આ શોધ ઇટાલીની ઉર્જા-કંપની એનીના ટેકિનશ્યનોએ કરી છે.
એ કંપનીએ કહ્યું છે કે તેથી ઇન્ડોનેશિયા તેની આંતરિક જરૂરિયાતો તો પૂરી કરી જ શકશે પરંતુ વિશ્વ બજારની જરૂરિયાતો પણ પૂરી કરી શકશે.
ઇન્ડોનેશિયાની સરકારે તેમ પણ જણાવ્યું હતું કે ૨૦૨૮ સુધીમાં એની કંપની ૨૦૦૦ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ જેટલો ગેસ રોજ બહાર કાઢી શકશે. બે વર્ષ પછી તે ઉત્પાદન ૩૦૦૦ મિલિયન ક્યુબિક ફીટ જેટલું થઈ શકે.
ઇન્ડોનેશિયાના ઉર્જા અને ખનિજ સંશાધન મંત્રી બહલિલ લહાદાલિઆએ કહ્યું હતું કે આ એક બહુ મોટી શોધ છે. ગેસ ઉપરાંત ૨૦૨૮ સુધીમાં અમે આશરે ૯૦૦૦૦ બેરલ કન્ડેન્સેટ પણ ઉત્પન્ન કરી શકીશું. જે ૨૦૨૯-૩૦ સુધીમાં વધીને ૧,૫૦,૦૦૦ બેરલ સુધી પહોંચી શકશે. બહલિલ લહાદાલિઆએ વધુમાં જણાયું કે કંડેન-સેટ (જે ક્રૂડ ઓઈલ જેવું પ્રવાહી છે) નું વધુ ઉત્પાદન થતાં તેલની આયાત તો ઘટશે જ. સાથે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘટશે.


