Get The App

અમેરિકાએ ઈરાનનાં ડ્રોન્સ તોડી પાડયાં : રડાર સાઇટ્સ તોડી : તેલવાહક જહાજ કબ્જે કર્યું

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ ઈરાનનાં ડ્રોન્સ તોડી પાડયાં : રડાર સાઇટ્સ તોડી : તેલવાહક જહાજ કબ્જે કર્યું 1 - image

- શાંતિ મંત્રણા ચાલે છે ત્યારે જ ફરી જામી પડી છે

- ઈરાનની તેલ નિકાસ અટકાવી તેના ૨૪ બિલિયન ડોલર્સનાં ફ્રીઝ કરાયેલાં ફંડ વિષે મંત્રણા અટકી પડી : ઈરાનને આર્થિક ફટકો મારવાનો હેતુ

નવી દિલ્હી : અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તંગદિલી વ્યાપી રહી છે, એક તરફ શાંતિ મંત્રણા ચાલે છે તો બીજી તરફ લશ્કરી કાર્યવાહી જોર પકડતી જાય છે, ઈરાન ઉપર આર્થિક દબાણો પણ થઈ રહ્યાં છે તેવામાં બંને વચ્ચે રાજદ્વારી સ્તરે પણ મતભેદો વધતા જાય છે. તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે મહત્વના મતભેદો વધી રહ્યાં છે.

અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટ-કોમ)નાં જણાવ્યા પ્રમાણે વ્યૂહાત્મક તેવી હોર્મુઝ સ્ટ્રેઈટસ પાસે ઈરાનનાં ચાર ડ્રોન્સ તોડી પાડયાં છે. તે ડ્રોન વિમાનો જળમાર્ગ તરફ જતાં હતાં, તેથી તે વિસ્તારમાં વહાણવટા સામે ભીતિ ઊભી થઈ હતી.

આ સાથે અમેરિકાએ તેમ પણ કહ્યું હતું કે સમુદ્ર તટે રહેલાં ગોરૂક અને કાસીમ ટાપુઓ ઉપરની રડાર સાઇટસ પણ તોડી પાડી હતી. જોકે ઈરાને અમેરિકાના આ દાવા અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.

અમેરિકાએ એક અન્ય લશ્કરી પગલું ભરી તેણે ઇરાનનું તેલવાહક જહાજ 'દાબના' કબ્જે કર્યું હતું તેમ અમેરિકાનાં ઈન્ડો-પેસિફિક કમાન્ડે જાહેર કર્યું હતું. આ ઓઇલ ટેન્કર ૨૦ લાખ બેરલ ક્રૂડ લઈ જતું હતું. અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે ઈરાનનાં તેલ વ્યાપાર અને વહાણવટા કાર્યવાહીને નિશાન બનાવી ઈરાનનાં અર્થતંત્ર ઉપર દબાણ વધારવાનો હેતુ છે. દરમિયાન ઈરાનનાં ૨૪ બિલિયન ડોલર્સનાં ફ્રીઝ કરાયેલાં ફંડને છુટા કરવા સંબંધી મંત્રણાઓ અત્યારે તો થંભી ગઈ છે. આમ ઈરાનને આર્થિક ભીસમાં લેવામાં આવી રહ્યું છે.