Get The App

ડેડલાઈન ખતમ થાય તે પહેલાં અમેરિકાએ હુમલો શરૂ કર્યો : આઈ.આર.જી.સી.નાં ભૂગર્ભ મુખ્ય મથક પર ક્લસ્ટર બોમ્બ ફેંક્યા

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
ડેડલાઈન ખતમ થાય તે પહેલાં અમેરિકાએ હુમલો શરૂ કર્યો : આઈ.આર.જી.સી.નાં ભૂગર્ભ મુખ્ય મથક પર ક્લસ્ટર બોમ્બ ફેંક્યા 1 - image

- આ હુમલામાં બંકર-બ્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરાયો તેના પ્રચંડ પ્રહારથી ઈરાનની સેનાના કેટલાયે કમાન્ડરો માર્યા ગયા હોવાની આશંકા

નવીદિલ્હી : મધ્ય પૂર્વ યુદ્ધ હવે હાથ બહાર જઈ રહ્યું છે. અમેરિકી સેનાએ ડેડલાઈન ખતમ થાય તે પૂર્વે જ થોડા સમયે તહેરાન નજીક રહેલાં ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનાં અંડર ગ્રાઉન્ડ મુખ્ય મથક ઉપર જબરદસ્ત હવાઈ હુમલા શરૂ કરી દીધાં છે. તેમાં એડવાન્સ્ડ-બંકર-બ્લસ્ટર બોમ્બસ્નો ઉપયોગ કરાયો છે. આ બોમ્બ જમીનની નીચે રહેલાં મજબૂત સ્થળોનો પણ સંપૂર્ણ નાશ કરવા સક્ષમ છે.

જાણકારો જણાવે છે કે આ હુમલો અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ.)ના ચીફ એડમિરલ બ્રેડ કૂપરના ઓર્ડરથી કરવામાં આવ્યા છે. તે માટે બી-૫૨ સ્ટેલ્થ બોમ્બર્સને કામે લગાડયાં હતાં. જેમણે દૂર સુધી ઉડાણ ભરી ઈરાનનાં આ ગુપ્ત સ્થળોને નિશાન બનાવ્યાં હતાં.

તેવું પણ જાણવા મળ્યું છે કે, તે સ્થળે આઈ.આર.જી.સી.ના સિનીયર કમાન્ડરોની બેઠક મળે છે. 

રિપોર્ટસમાં દાવો કરાયો છે કે આ ડબલ સ્ટ્રાઈક હતી. પહેલા હુમલા પછી રેસ્ક્યુ ટીમ સાઈટ ઉપર પહોંચી ત્યારે બીજો હુમલો કરવામાં આવ્યો. આથી આશંકા થાય છે કે તે કમાન્ડરોની સાથોસાથ બચાવ કર્મીઓ પણ માર્યા ગયા હોવાની પૂરી આશંકા છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે આ હુમલામાં વપરાયેલા બંકર-બ્લસ્ટર બોમ્બ એટલા શક્તિશાળી છે કે તે ઊંડાઈએ રહેલાં સૈન્ય મથકોનો પણ નાશ કરી શકે તેમ છે. છેલ્લાં કેટલાયે સમયથી ઈરાને તેનાં પરમાણુ સંયંત્રો અને સેનાનાં મુખ્ય મથકો અંડર ગ્રાઉન્ડ સુરંગોમાં બનાવ્યાં છે. જેથી હવાઈ હુમલા સામે રક્ષણ મળી શકે.

તે સર્વવિદિત છે કે અમેરિકી નેતૃત્વ દ્વારા ઈરાનને સ્પષ્ટ ધમકી પણ આપવામાં આવી હતી. પ્રમુખ ટ્રમ્પે કહ્યંું હતું કે ઈરાન તેની કાર્યવાહીઓ નહીં રોકે તો તેને એક રાતમાં જ ખતમ કરવામાં આવશે.  ઈરાનનાં ગેસ, અનર્જી અને પાણી સહિત તમામ સ્થળો તબાહ કરી દેવામાં આવશે.

આ સાથે ઈરાનને અલ્ટીમેટમ આપતાં તેમણે કહ્યું હતું કે, જો બુધવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેઈટસ ઈરાન નહીં ખોલે તો તેનાં પરિણામો તેણે ભોગવવાં જ પડશે.

ખેદની વાત તે છે કે ટ્રમ્પે ડેડલાઈન ખતમ થતાં પહેલાં જ આટલો પ્રચંડ હુમલો શરૂ કરી દીધો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેથે મંગળવારે જણાવી દીધું હતું કે ઈરાન પર હુમલા શરૂ થઈ ગયા છે અને આગામી દિવસોમાં તે વધુ ભયંકર બની રહેશે.