સતત 9મી રાતે અમેરિકાએ ઈરાન પર કર્યા ભીષણ હુમલા, હોર્મુઝ ભડકે બળ્યું, અનેક ઠેકાણે એર સ્ટ્રાઈક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Air Strike on Iran | અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ભયાનક મોડ પર પહોંચી ગયો છે. અમેરિકન પ્રમુખના સીધા નિર્દેશ હેઠળ અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સતત ૯મી રાત્રે ઈરાન પર તીવ્ર એરસ્ટ્રાઈક કરી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં કોમર્શિયલ જહાજો અને નાગરિક નાવિકો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના હેતુથી આ મોટો મોરચો ખોલવામાં આવ્યો છે.
તબરીઝ, ચાબહાર અને બુશેહરમાં ધડાકા, એર ડિફેન્સ એક્ટિવ
રિપોર્ટ અનુસાર, અમેરિકન ફાઈટર જેટ્સ અને મિસાઈલોએ ઈરાનના ઉત્તર-પશ્ચિમી શહેર તબરીઝ સહિત અનેક મહત્વના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ઈરાની મીડિયા અને મેહર ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, દક્ષિણ પ્રાંત હોરમઝગાન, બુશેહર અને દક્ષિણ-પૂર્વ સ્થિત ચાબહારમાં પણ મોટા વિસ્ફોટો સંભળાયા છે. આ હુમલાઓ બાદ કોનાર્ક વિસ્તારમાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ ત્વરિત સક્રિય કરી દેવામાં આવી હતી.
ઓમાનના કિનારે જહાજમાં આગ, બહેરીનમાં એલર્ટ
આ ભીષણ ગોળીબાર વચ્ચે બ્રિટિશ નૌકાદળે ચિંતાજનક માહિતી આપી છે કે ઓમાનના દરિયાકિનારા નજીક હોર્મુઝ સ્ટ્રેટમાં એક મોટા વેપારી જહાજમાં ભીષણ આગ લાગી છે અને તે ધૂ-ધૂ કરીને સળગી રહ્યું છે. જોકે, આ ઘટના માટે કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. બીજી તરફ, બહેરીનની રાજધાની મનામા સ્થિત અમેરિકી દૂતાવાસે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. ઈરાન દ્વારા મનામાના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવાની આશંકાને પગલે તમામ અમેરિકન નાગરિકોને અત્યંત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.









