- મહાયુદ્ધ હવે અનિવાર્ય બની ગયું છે
- વર્તમાન પરિસ્થિતિ પરથી કહી શકાય કે ગમે તે ઘડીએ મહાયુદ્ધ છેડાઈ જશે : કોની પાસે કેટલી તાકાત છે તેનું મેપ અને ગ્રાફિક્સ દ્વારા નિર્દેશ
નવી દિલ્હી : વિશ્વના દેશો અમેરિકા-ઈરાન વચ્ચે મહાસંગ્રામ અટકે તે માટે પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી એવું લાગે છે કે હવે બંને વચ્ચે 'મહાયુદ્ધ અનિવાર્ય બની ગયું છે તે તબક્કે આપણે બંનેની તાકાત વિષે જરા નજર કરીએ.'
પરમાણુ સમજૂતી માટે ટ્રમ્પે ઈરાનને ૧૦ દિવસની મહેતલ આપી છે અને કહ્યું છે કે જો ઈરાન નહીં સમજે તો ૧૦ દિવસમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવશે તે સંજોગોમાં બંનેની સેનાકીય તાકાત વિષે જોઈએ.
(૧) એરક્રાફ્ટ કેરિયર જે ૬૫ + વિમાનો લઈ જઈ શકે તેવું અબ્રહામ લિંકન F/35C લાઇટનિંગ યુદ્ધ વિમાનો FA/18 સુપર હોર્નેટ યુદ્ધ વિમાનો EA-18G ગ્રોવર ઈલેક્ટ્રોનિક યુદ્ધ વિમાન E-2D, હોક-આઇ ચેતવણી વિમાનો MH-60 સી-હોક હેલિકોપ્ટર્સ ૯ ડીસ્ટ્રોયર્સ ૩ વિટ્ટોરલ કોમબેટ શિપ્પ.
પહેલી લાઈન ઓફ ડીફેન્સ (૧) હવાઈ ખતરા - યુધ્ધ વિમાનો (૨) સમુદ્રીય ખતરા - યુદ્ધ નૌકાઓ (૩) સમુદ્ર તલ નીચેના ખતરા - સબમરીન
આ ઉપરાંત દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુ.એસ.એસ. જેરાલ્ડ ફોર્ડ ૩ ડીસ્ટ્રોયર્સ સાથે મધ્ય પૂર્વ તરફ આવી રહ્યું છે. તેને કેરેબિયન સીમાંથી મધ્યપૂર્વ જવા હુકમ અપાઈ ગયો છે. તેની ઉત્તર ૭૫ વિમાનો રહી શકે તેમ છે તથા હેલિકોપ્ટર્સ રહી શકે તેમ છે તેની સાથે યુએસએસ માહન યુએસએસ બેનબ્રિજ અને યુ.એસ.એસ. વિન્સન એસ ચર્ચિલ છે.
અત્યારે મધ્ય પૂર્વમાં એક સાથે અમેરિકાનાં બે એરક્રાફ્ટ કેરિયર્સની હાજરી ઘણી ગંભીર માનવામાં આવે છે. ગત વર્ષે જૂન મહિનામાં ઈઝરાયલ્સ અમેરિકાએ કરેલા ૧૨ દિવસના યુદ્ધમાં ઈરાનનાં ત્રણ પરમાણું સંસ્થાનો ઉપર અસામાન્ય બોમ્બવર્ષા કરી હતી.
હવે અમેરિકા-ઈરાનની લશ્કરી તાકાત જોઈએ.
અમેરિકા ઈરાન
૨૧.૩૩ લાખ સૈનિકો ૯.૬ લાખ સૈનિકો
૧૩૦૩૨ યુદ્ધ વિમાન તે પૈકી ૫૫૧ યુદ્ધ વિમાન તે પૈકી
૧૭૯૧ યુદ્ધ માટે તૈનાત ૧૮૮ યુદ્ધ તૈનાત
૧૦૨૪ યુદ્ધ હેલિકોપ્ટર્સ ૧૩ યુદ્ધ હેલિકોપ્ટર
૪૬૬૬ ટેન્કર ૨૬૭૫ ટેન્ક
૧૮૭૮ આર્ટિલરી ૧,૮૦૩ આર્ટિલરી
૧૧ વિમાન વાહક જહાજ ૦ વિમાન વાહક જહાજ
૬૬ સબમરીન્સ ૨૫ સબમરીન્સ
મધ્યપૂર્વમાં અમેરિકાનાં ૧૯ જેટલા સૈન્ય અડ્ડાઓ છે તે પૈકી ૮ કાયમી અડ્ડા છે જે બહેરિન, ઈજીપ્ત, ઈરાક, જોર્ડન, કુવૈત, કતાર, સઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાતમાં છે.
ઈરાન અમેરિકાના આ સૈન્ય અડ્ડાઓ ઉપર હુમલા કરવા તૈનાત છે તે યુદ્ધ સમયે તે અડ્ડાઓ ઉપર હુમલા કરવા તૈયાર છે.
દરમિયાન યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરસે યુએનની સલામતી સમિતિના અધ્યક્ષને પત્ર લખી આ યુદ્ધ અટકાવવા તમામ પ્રયત્નો કરવા જણાવ્યું છે.


