World

વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં તમામ સરકારી અધિકારીના મોત, 189 ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
વેનેઝુએલામાં 24 જૂને 7.2 અને 7.5ની તીવ્રતાના બે વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કારાકાસ નજીકના લા ગુએરા રાજ્યમાં સૌથી વધુ અસર થઈ, જ્યાં 189 ઇમારતો ધ્વસ્ત થઈ અને લગભગ તમામ સરકારી અધિકારીઓ મૃત્યુ પામ્યા. 2000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50,000થી વધુ ગુમ છે. રાષ્ટ્રપતિ રોડ્રિગેઝે રાહત કાર્યમાં 4000 અધિકારીઓને તહેનાત કર્યા છે અને IMFના સહયોગથી $200 મિલિયનનું પુનર્નિર્માણ ફંડ બનાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં તમામ સરકારી અધિકારીના મોત, 189 ઈમારતો ભૂકંપમાં ધ્વસ્ત
IMAGE - IANS

Venezuela Earthquake: વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપત્તિમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આ આપત્તિ વચ્ચે વેનેઝુએલાની સરકારે બચાવ કામગીરી ઝડપી બનાવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મદદ પણ મળી રહી છે. આ ભયાનક આપત્તિના કારણે લા ગુએરા રાજ્યમાં ભારે તબાહી સર્જાઈ છે અને ત્યાંના સ્થાનિક સરકારી તંત્રને મોટો ફટકો પડ્યો છે.

લા ગુએરામાં ભૂકંપનો પ્રકોપ

વેનેઝુએલાના અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે જણાવ્યું છે કે, તાજેતરમાં 24 જૂનના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં લા ગુએરા રાજ્યના લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે. કારાકાસની ઉત્તરે આવેલું આ તટીય રાજ્ય ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. પ્રમુખે ઉમેર્યું કે, આપત્તિના તુરંત બાદ દેશની આપાતકાલીન વ્યવસ્થાને ઍલર્ટ કરી સક્રિય કરવામાં આવી હતી અને 4000 જેટલા અધિકારીઓને રાહત તેમજ બચાવ કાર્યમાં તહેનાત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય મદદ અને પુનર્નિર્માણ માટે અબજો ડોલરનું આયોજન

સમાચાર એજન્સી રૉયટર્સના અહેવાલ મુજબ, વેનેઝુએલાની સરકારે ભૂકંપ બાદ તુરંત જ આંતરરાષ્ટ્રીય મદદની માંગ કરી હતી. અંતરિમ પ્રમુખ રોડ્રિગેઝે રાહત કાર્યમાં સહયોગ આપવા બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અલ સલ્વાડોરના પ્રમુખ બુકેલે અને અન્ય વિદેશી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, દેશના પુનર્નિર્માણ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના સહયોગથી 200 મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે આરોપ પણ લગાવ્યો કે કેટલીક 'મીડિયા લેબોરેટરીઝ' દ્વારા રાહત કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ આ અંગે વધુ વિગત આપી નથી.

189 ઇમારતો ધ્વસ્ત અને હજુ પણ શોધખોળ શરુ

લા ગુએરા રાજ્યમાં ભૂકંપના કારણે 189 ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને તેને સમાપ્ત કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કાટમાળ હટાવવાની અને લોકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે.

બે જોરદાર આંચકા, 2000થી વધુના મોત અને અબજોનું નુકસાન

વેનેઝુએલામાં 24 જૂનના રોજ 7.2 અને 7.5ની તીવ્રતાના બે જોરદાર ભૂકંપ આવ્યા હતા. આ આપત્તિમાં મરણ આંક વધીને 2000ને પાર થઈ ગયો છે, જ્યારે 50,000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ સંકટ સમયે મદદ માટે 21 દેશોએ પોતાની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો મોકલી છે, જેમાં એકલા અમેરિકાએ 250થી વધુ કર્મચારીઓ તહેનાત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની પ્રવાસન એજન્સીના અંદાજ મુજબ આ આપત્તિથી 67.6 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. તેમજ યુએન દ્વારા અંદાજે 6.7 અબજ ડોલરના ભૌતિક નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે, જે વેનેઝુએલાની જીડીપીના 6% બરાબર છે.