World

AI હવે સીધું લેપટોપમાં ચાલશે મેટાએ Muse ગ્લિમર લોન્ચ કર્યું

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં મેટાએ AI ક્ષેત્રે 'મ્યૂસ ગ્લિમર' મોડલ લોન્ચ કર્યું છે. આ 30 અબજ પેરામીટર્સ ધરાવતું કોમ્પેક્ટ AI મોડલ સામાન્ય કમ્પ્યુટર પર પણ ચાલી શકે છે. આનાથી મોટા ડેટા સેન્ટર્સની જરૂરિયાત ઘટશે, ખર્ચમાં ઘટાડો થશે અને પ્રાઈવસી પણ સુધરશે. તે કોડિંગ, પ્લાનિંગ અને રીઝનિંગ જેવા કાર્યોમાં મદદરૂપ થશે. મેટાએ ઓપન-વેઈટ સ્ટ્રેટર્જી અપનાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI હવે સીધું લેપટોપમાં ચાલશે  મેટાએ Muse ગ્લિમર લોન્ચ કર્યું
  • ડેટા સેન્ટર્સ-ક્લાઉડની જરૂર નહીં રહે
  • 30 અબજ પેરામીટર્સ સાથેના કોમ્પેક્ટ AI મોડલથી પ્રાઈવસી માટે ફાયદાકારક, ખર્ચમાં પણ ઘટાડો આવશે

કેલિફોર્નિયા : મેટાએ એઆઈ સેક્ટરમાં ઓપન-વેઈટ સ્ટ્રેટર્જીને મજબૂત બનાવતા નવું મોડલ મ્યૂસ ગ્લિમર લોન્ચ કર્યું છે. આ મોડલની ખાસિયત છે કે તેને મોટા ડેટા સેન્ટર્સ પર આધાર રાખ્યા વિના સામાન્ય કમ્પ્યુટર કે લેપટોપમાં કન્ઝયુમર ગ્રેડ જીપીયુ પર ચલાવી શકાય છે.
મ્યૂસ ગ્લિમર આશરે ૩૦ અબજ પેરામીટર્સ ધરાવતું કોમ્પેક્ટ એઆઈ મોડલ છે. તેને મોટા મ્યૂસ સ્પાર્ક મોડલમાંથી ડિસ્ટીલેશન ટેકનિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનો હેતુ માત્ર સવાલોના જવાબ પૂરતો નથી. પરંતુ, કોડિંગ, પ્લાનિંગ, રીઝનિંગ અને વિવિધ એઆઈ એજન્ટના કામ કરવામાં મદદ કરવાનો છે.
તે લોકલ ડિવાઇઝ પર ચાલી શકે. એટલે દરેક કામ માટે એઆઈને ક્લાઉડ અથવા મોટા ડેટા સેન્ટર્સ પર મોકલવાની જરૂરિયાત ઘટી શકે છે. તેના કારણે લેટન્સી, ખર્ચ અને કેટલાક પ્રાઈવસી સંબંધિત પ્રશ્નોમાં ફાયદો થઈ શકે છે.
આ લોન્ચિંગ સાથે કંપનીએ ઓપન-વેઈટ મોડલની રણનીતિ અપનાવી છે. મ્યૂસ સ્પાર્ક ૧.૨ પણ ઓપન-વેઈટ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે.