World

AI થી ઓટોનોમસ સિટીઝ બનશે નાગરિકોને પળપળની અપડેટ મળશે

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ હવે જૂનો થયો છે. દુનિયા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઓટોનોમસ સિટી તરફ આગળ વધી રહી છે. આ નવી ટેકનોલોજીથી સજ્જ શહેરો માનવીય હસ્તક્ષેપ વિના સમસ્યાઓને ઓળખીને, સરકારી વિભાગો વચ્ચે સેકન્ડોમાં સંકલન સાધીને તેનું નિરાકરણ લાવશે. જેમ કે, પાણીની પાઇપલાઇન ફાટતા AI તરત જ રિપેરિંગ ટીમ મોકલી, ટ્રાફિક ડાયવર્ટ કરી, લોકોને WhatsApp/SMS દ્વારા અપડેટ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AI થી ઓટોનોમસ સિટીઝ બનશે નાગરિકોને પળપળની અપડેટ મળશે
  • સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ જૂનો થયો
  • માણસોના હસ્તક્ષેપ વિના વિવિધ સરકારી વિભાગો વચ્ચે સેકન્ડોમાં સંકલન સાધીને પ્રોબ્લેમ સોલ્વ કરશે

કેલિફોર્નિયા : સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ હવે જૂનો થયો. અત્યાર સુધી સ્માર્ટ સિટીનો અર્થ સેન્સર્સ, કેમેરા અને ડેટાની મદદથી શહેરમાં શું ચાલી રહ્યું છે તેનું મોનિટરિંગ કરવાનો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધતા દુનિયા હવે સ્માર્ટ સિટીથી ઓટોનોમસ સિટી તરફ આગળ વધી રહી છે. નવી ટેકનોલોજીથી સજ્જ શહેરો માત્ર સમસ્યાને ઓળખશે જ નહીં, પરંતુ માણસોના હસ્તક્ષેપ વિના વિવિધ સરકારી વિભાગો વચ્ચે સેકન્ડોમાં સંકલન સાધીને પ્રોબ્લેમ સોલ્વ પણ કરશે.
ઉદાહરણ તરીકે, જો શહેરના કોઈ મેઈન રોડ પર પીવાના પાણીની પાઇપલાઇન ફાટે, તો એઆઈ એજન્ટ્સ વોટર પ્રેશરમાં થયેલા ફેરફારને તુરંત ટ્રેસ કરી લેશે. ત્યારબાદ સિસ્ટમ જાતે જ વોટર ડિપાર્ટમેન્ટને રિપેરિંગ ટીમ મોકલવા માટે એલર્ટ જનરેટ કરશે. ટ્રાફિકનું મોનિટરિંગ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વ્હીકલ્સને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરશે.
પહેલા કોઈપણ વિસ્તારના રહેવાસીઓને પાણીના કાપ અને ટ્રાફિક અંગે અપડેટ આપવામાં કલાકો જતા હતા. એઆઈ તેમને તુંરત જ વોટ્સએપ અથવા એસએમએસથી અપડેટ આપશે. પૂર, વાવાઝોડું કે ઈમરજન્સી જેવી સ્થિતિમાં એઆઈ વેધર ડેટા અને સેટેલાઈટ ઈમેજીસનું રિયલ-ટાઈમ એનાલિસિસ કરીને રાહત-બચાવ ટીમોને ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડવામાં મદદરૂપ બનશે.