World

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો, બલુચિસ્તાનમાં 100થી વધુનાં મોત

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
બલુચિસ્તાનમાં પાક. સેનાએ છેલ્લા 96 કલાકમાં 73 બલોચ બળવાખોરોને ઠાર કર્યા છે. સરહદે 28 અફઘાનિસ્તાનીઓ પણ માર્યા ગયા છે, જેથી કુલ મૃત્યુઆંક 100ને પાર પહોંચ્યો છે. ઝીયારત, નોકશી જેવા જિલ્લાઓમાં 21મીથી પાક. સેનાનું ઓપરેશન ચાલુ છે. સેનાએ માર્યા ગયેલાઓને આતંકવાદી ગણાવ્યા છે, જ્યારે બલોચ બળવાખોરોએ 12 મજૂરોનું અપહરણ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો, બલુચિસ્તાનમાં 100થી વધુનાં મોત

Pak vs Afg War Updates : બલુચિસ્તાનમાં ભારે તંગદીલીની સ્થિતિ છે, અફઘાનિસ્તાનીઓ સરહદેથી પાક. સૈન્ય સામે લડી રહ્યા છે જ્યારે બલુચિસ્તાનમાં અંદર બલોચ આર્મીના બળવાખોરો લડી રહ્યા છે. એવામાં છેલ્લા 96 કલાકમાં બલુચિસ્તાનમાં પાક. સૈન્યએ 73 લોકોનો ભોગ લીધો છે. જ્યારે સરહદે 28 અફઘાનિસ્તાનીઓ પાકિસ્તાનથી અફઘાનિસ્તાન જઇ રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. એટલે કે આ બલુચિસ્તાન પ્રાંતમાં આશરે 100થી વધુ લોકો માર્યા ગયા હતા.

બલુચિસ્તાનના ઝીયારત, નોકશી સહિતના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પાક. સૈન્ય ત્રાટક્યું હતું. પાક. સૈન્યના મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે પણ લોકો માર્યા ગયા છે તેઓમાં મોટાભાગના આતંકવાદીઓ છે. 21મી તારીખથી પાક. સૈન્ય દ્વારા બલુચિસ્તાનમાં આ હત્યાકાંડ માટે ઓપરેશન શરૂ કરાયું હતું. પાક. મીડિયા વિંગ આઇએસપીઆર દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જે પણ માર્યા ગયા છે તેઓ તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા હતા.

પાક. સૈન્ય મીડિયાએ વધુમાં દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાક.ના વિવિધ પ્રાંતોમાં આતંકવાદ ફેલાવી રહી છે. જેને કારણે પાકિસ્તાનમાં શાંતિ ડોળાઇ રહી છે. જ્યારે બીજી તરફ બલુચિસ્તાનના બળવાખોરો દ્વારા હુમલા શરૂ કરાયા છે, ખાસ કરીને બહારના પાકિસ્તાનીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે.

પાલારી વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર બળવાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 12 મજૂરોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બીજી તરફ અફઘાનિસ્તાન સરહદ પાસે ગુલિસ્તાન સેક્ટરમાં પાક. અને અફઘાનિસ્તાની સૈન્ય વચ્ચે તંગદીલી વધી રહી છે.

આ વિસ્તારમાં તાજેતરમાં જ 28 લોકો ઘૂસણખીરોના આરોપો હેઠળ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે માર્યા ગયેલા લોકો પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. માર્યા ગયેલા પાકિસ્તાનીઓ છે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.