Get The App

અબુ ધાબીમાં BAPS મંદિર સુરક્ષાના ભાગરૂપે એક દિવસ બંધ, ઈરાની હુમલાના ખતરાને જોતાં નિર્ણય

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
અબુ ધાબીમાં BAPS મંદિર સુરક્ષાના ભાગરૂપે એક દિવસ બંધ, ઈરાની હુમલાના ખતરાને જોતાં નિર્ણય 1 - image


Abu Dhabi BAPS Hindu Temple Closed Iran Attack : મધ્ય પૂર્વમાં અમેરિકાના સાથી દેશો સામે ઈરાને પલટવાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં હુમલાની અસર અબુ ધાબીના BAPS હિન્દુ મંદિર પર પણ પડી છે. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લઈને મંદિર બંધ કરવામાં આવ્યું છે. 

સ્થાનિક અહેવાલો અનુસાર, ઈરાન દ્વારા UAEને નિશાન બનાવીને છોડવામાં આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રશાસને જણાવ્યું હતું કે, મંદિર શાંતિ સ્થાપવા માટે અપીલ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરે છે. 

આ પણ વાંચો: VIDEO: દુબઈ પર ઈરાનનો મોટો મિસાઈલ હુમલો, પ્રખ્યાત 'પામ જુમેરાહ' વિસ્તારમાં હોટલ બની ટાર્ગેટ

બીજી તરફ, UAEએ પણ ઈરાનથી આવતા મિસાઈલોની પુષ્ટિ કરી છે. UAEએ જણાવ્યું હતું કે, તેઓએ ઈરાની મિસાઈલોને અટકાવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને UAEએ પણ તેના હવાઈ વિસ્તારને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે.

આ પણ વાંચો: અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં વિનાશ વેર્યો, 201 લોકોના મોતની આશંકા, 747 ઘાયલ