World
અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ : ભારતમાં ધ્રુજારી
By GS Team
28 Jun 20263 mins read
વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 1400ને પાર થયો છે, જ્યાં 18 દિવસના શિશુ અને માતાનો ચમત્કારિક બચાવ થયો. અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપની અસર ભારત સહિત 8 દેશોમાં અનુભવાઈ. ભારતમાં જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી આંચકા અનુભવાયા, જ્યારે પાકિસ્તાનમાં પણ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. વેનેઝુએલામાં ફરી ધરતી ધ્રુજતા લોકો ભયભીત છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વેનેઝુએલામાં ભૂકંપથી મૃત્યુઆંક 1400ને પાર થયો છે, જ્યાં 18 દિવસના શિશુ અને માતાનો ચમત્કારિક બચાવ થયો. અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપની અસર ભારત સહિત 8 દેશોમાં અનુભવાઈ. ભારતમાં જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી આંચકા અનુભવાયા, જ્યારે પાકિસ્તાનમાં પણ 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. વેનેઝુએલામાં ફરી ધરતી ધ્રુજતા લોકો ભયભીત છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- વેનેઝુએલામાં મૃત્યુઆંક 1400 ને પાર : બચાવ-રાહત કાર્ય વચ્ચે ફરી ભૂકંપથી લોકો ભયભીત
- વેનેઝુએલામાં આઠ માળની ઈમારતના કાટમાળમાંથી 12 કલાકે 18 દિવસના શિશુ, માતાનો ચમત્કારિક બચાવ : કુલ 243નું રેસ્ક્યુ
- અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર આઠ દેશોમાં અનુભવાઈ : ભારતમાં જમ્મુ-કાશ્મીરથી દિલ્હી સુધી અસર
- પાકિસ્તાનના બરખાન નજીક સવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
નવી દિલ્હી : વેનેઝુએલામાં બુધવારે આવેલા ભૂકંપમાં ભારે વિનાશ સર્જાયા પછી દુનિયામાં દરરોજ ધરતી ધૂ્રજી રહી છે. વેનેઝુએલામાં ભૂકંપમાં મૃત્યુઆંક ૧૪૦૦ને પાર થઈ ગયો છે અને લોકો ભયભીત છે. આવા સમયે અફઘાનિસ્તાનમાં શનિવારે સાંજે ૬.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર ભારતમાં છેક જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સુધી અનુભવાઈ હતી. આ ભૂકંપથી ભારત સહિત આઠ દેશોની ધરતી ધૂ્રજી ઊઠી હતી. ભૂકંપના આ આંચકાથી લોકો ભયભીત થઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપમાં જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી. વધુમાં શનિવારે સવારે પાકિસ્તાનમાં ૫.૪ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દરમિયાન વેનેઝુએલામાં બચાવ અને રાહત કાર્ય વચ્ચે ફરી ભૂકંપથી ધરતી ધૂ્રજતા લોકો ભયભીત થઈ ગયા હતા.
અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં શનિવારે સાંજે ૬.૨ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વોત્તર અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી ૮૧ કિ.મી. દૂર અને ધરતીની સપાટીથી ૨૧૫ કિ.મી.ની ઊંડાઈ પર હતું. ભૂકંપનું કેન્દ્ર ધરતીના પેટાળમાં ઊંડે હોવાથી તેના ઝટકા પાકિસ્તાન, ભારત, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાનમાં પણ અનુભવાયા હતા, પરંતુ જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી.
ભારતમાં જમ્મુ-કાશ્મીરથી દિલ્હી-એનસીઆર સુધી કેટલીક સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વેનેઝુએલામાં ભૂકંપના વિનાશના પગલે શનિવારે સાંજે ધરતી ધૂ્રજતા લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપથી કોઈ જાનહાનિ અથવા નુકસાનના અહેવાલ નથી. વધુમાં શનિવારે સવારે પાકિસ્તાનમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાન પ્રાંતના બરખાન શહેરથી ૬૩ કિ.મી. દૂર અને જમીનથી ૩૫ કિ.મી.ની ઊંડાઈ પર નોંધાયું હતું.
દરમિયાન વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા બે વિનાશક ભૂકંપના પગલે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ફરી એક વખત ૪.૭ની તીવ્રતાથી ધરતી ધૂ્રજતા લોકો ભયભીત થઈ ગયા હતા. વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા વિનાશક ભૂકંપ પછી ૭૨ કલાકની સમય મર્યાદા પૂરી થઈ રહી છે ત્યારે બચાવ અને રાહત કર્મચારીઓને ઈમારતોના કાટમાળ નીચેથી કોઈના જીવતા બચવાની આશા ઘટી રહી છે.
આ પહેલાં લા ગ્વેરામાં આઠ માળની ઈમારતના કાટમાળ નીચેથી ભૂકંપના ૧૨ કલાક પછી ૧૮ દિવસના શિશુ અને તેની માતાનો ચમત્કારિક બચાવ થવાની ઘટના સામે આવી છે. લા ગ્વેરામાં કાટમાળ નીચે દબાયેલા જીવનને શોધતા બચાવ કર્મચારીઓને શીશુના રડવાનો અવાજ સંભળાતા કલાકોની જહેમત પછી તેને બહાર કઢાયું હતું. તેની સાથે તેની માતાને પણ બહાર લવાઈ હતી. આ સાથે અન્ય એક ઈમારતના કાટમાળ નીચેથી ચાર વર્ષના બાળક અને તેના પરિવારને બહાર કઢાયો હતો.
આ સાથે વેનેઝુએલામાં બચાવ કાર્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૪૩થી વધુ લોકોને બચાવી લેવાયા છે. જોકે, એક સંસ્થાના અહેવાલ મુજબ ભૂકંપથી ૬૭.૬ લાખ લોકો અસરગ્રસ્ત થયા હોવાની આશંકા છે.









