World

ખાડી યુદ્ધમાં નવો ફણગો ફૂટયો કાસ્પીયન સમુદ્રમાં ઇરાનના જહાજ પર યુક્રેનનો હુમલો

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઇરાન યુદ્ધ યુરોપના આંગણે પહોંચ્યું છે. ઇરાકના ઇરાન સમર્થિત જૂથોએ સાઉદીના ઓઇલ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો. યુક્રેને કાસ્પીયન સમુદ્રમાં ઇરાનના જહાજ પર હુમલો કરતા 1 ખલાસીનું મોત થયું. ઇરાને યુક્રેનને પરિણામ ભોગવવાની ચેતવણી આપી. ઇઝરાયેલ યુરોપને યુદ્ધમાં ઢસડી રહ્યું હોવાનો ઇરાનનો આક્ષેપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાડી યુદ્ધમાં નવો ફણગો ફૂટયો કાસ્પીયન સમુદ્રમાં ઇરાનના જહાજ પર યુક્રેનનો હુમલો
  • અમેરિકા-ઇરાન યુદ્ધ હવે યુરોપના આંગણે પહોંચ્યું
  • સાઉદીના ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર ડ્રોન એટેક ઇરાકમાં ઇરાન સમર્થિત જૂથો હુમલા માટે જવાબદાર

તહેરાન : અમેરિકા ઇરાન વચ્ચે ચાલતા ખાડી યુદ્ધે કલ્પી ન શકાય તેવો વળાંક લીધો છે. કાસ્પીયન સમુદ્રના માર્ગે આવતા ઇરાનના જહાજ પર યુક્રેનના હુમલાથી ઇરાનના ભવા તણાયા છે. આ હુમલામાં એક ખલાસીનું મોત થયું છે. આના પગલે ગીન્નાયેલા ઇરાને યુક્રેનને ચેતવણી આપી છે કે કોમર્સિયલ જહાજ પર હુમલો કરવાના પરિણામ કીવે ભોગવવા પડશે.
ઇઝરાયેલ યુરોપને અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધમાં ઢસડી લાવવા માંગતુ હોવાનો અરાઘચીનો આક્ષેપ
રશિયા સેટેલાઇટથી અમેરિકન લશ્કરી મથકોની માહિતી ઇરાનને આપી રહ્યું હોવાનો ઝેલેન્સ્કીનો આરોપ
ઇરાનના વિદેશપ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે યુક્રેનના હુમલામાં ઇરાનના ખલાસીનું મોત થયું છે. આ હુમલો યુએન ચાર્ટરનો ભંગ છે અને ઇઝરાયેલ દ્વારા યુરોપને યુદ્ધમાં ઘસડી લાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલા માટે સ્પષ્ટપણે ઇઝરાયેલનો દોરીસંચાર છે. ઇઝરાયેલ યુરોપને યુદ્ધમાં ઢસડી લાવવા માટે ઉશ્કેરી રહ્યું છે. તેમણે આ વાત યુરોપીયન વિદેશ નીતિના વડા કેજા કલ્લાસ અને રશિયાના વિદેશપ્રધાન લાવરોવ સાથેની વાતચીત દરમિયાન જણાવી હતી.
સાઉદી અરેબિયાની અરામ્કોની સૌથી મોટી અબકૈક રીફાઇનરી અને ઇસ્ટ-વેસ્ટ પંપિંગ સ્ટેશન પર ડ્રોનના હુમલા પછી ભીષણ આગ લાગી ગઈ. આ હુમલાના લીધે વિશ્વની સૌથી મોટી ઓઇલ પ્રોસેસિંગ સાઇટમાંથી એકને ફટકો પડયો છે. અહીં વિશ્વના કુલ ઓઇલ સપ્લાયના પાંચથી સાત ટકાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે.
અમેરિકાએ અત્યારે તો ઇરાન પર હુમલા બંધ કરી દીધા છે તેવું જાણવા મળ્યું છે કે મિસાઇલ્સની ઘટને કારણે ઉપપ્રમુખ જે.ડી. વાન્સે ટ્રમ્પને તે માટે સમજાવી દીધા હતા. પરંતુ હવે આ યુધ્ધમાં રશિયા-યુક્રેનની એન્ટ્રી થઈ ચુકી છે. પ્રાપ્ય માહિતી પ્રમાણે, કાસ્પીયન સી-માં રશિયામાંથી ઇરાન તરફ શસ્ત્ર સરંજામ લઇ જતાં એક ઇરાની જહાજ ઉપર યુક્રેને મિસાઇલ હુમલો કર્યો હતો.
આ પૂર્વે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું હતું કે, ઇરાન શસ્ત્ર સરંજામ લઇ જતાં ઇરાનનાં એક જહાજ ઉપર યુક્રેને લાંબા અંતરના એક મિસાઇલથી હુમલો કર્યો હતો.આ સાથે હવે યુધ્ધનો વ્યાપ માત્ર એશિયા કે અમેરિકા પૂરતો જ મર્યાદિત ન રહેતાં યુરોપમાં પણ પહોંચી ગયો છે.
બીજી તરફ ઝેલેન્સ્કીએ રશિયા ઉપર સીધો આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે, રશિયા સેટેલાઇટ દ્વારા મધ્ય પૂર્વેમાં આવેલા અમેરિકી સેના મથકોની માહિતી ઇરાનને પહોંચાડી રહ્યું છે. તેથી ઇરાન અમુક રીતે અમેરિકી સેનાનાં મથકો ઉપર અચૂક હુમલા કરી શકે છે. વધુમાં રશિયા સ્ટીમર ભરીને ઇરાનને શસ્ત્રો આપી રહ્યું છે. તે પૈકીની એક સ્ટીમર તો અમારૂ નિશાન બનાવી હતી.
આ હુમલો ઇઝરાયલના કહેવાથી યુરોપને યુધ્ધમાં ઢસડવા માટે કરવામાં આવ્યો હતો. ઇસ્લામિક ગણ રાજ્યો (ઇરાને) રશિયા - યુક્રેન યુધ્ધમાં કદી હસ્તક્ષેપ કર્યો નથી. યુરોપીય સંઘમાં વિદેશી બાબતોનાં અધિકારી કાઝર કલ્લાસ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગીઅસ લાવરોવ સાથેની મંત્રણામાં પણ અરાઘચીએ કહ્યું હતું કે કીવમાં રહેલા મફત-ખોર જે કર્યું છે તેનો વળતો જવાબ અપાશે જ.
બીજી તરફ ઝેલેન્સ્કીએ તો શનિવારે રશિયા ઉપર આક્ષેપ કર્યો હતો કે તે સેટેલાઇટ દ્વારા મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકી સેના-મથકોની તસવીરો ખેંચી ઇરાનને મોકલે છે તેથી ઇરાન અમેરિકી મથકો ઉપર ધાર્યા હુમલા કરી શકે છે. રશિયાએ ઉત્તર કોરિયાના ૩૦,૦૦૦ સૈનિકોને બોલાવ્યા છે.આમ બહારથી શાંત દેખાતું યુધ્ધ હવે આફ્રિકા ઉપર ત્રણે ખંડો એશિયા, યુરોપ અને અમેરિકામાં પ્રસરી રહ્યું છે.
આ દરમિયાન ભારતે પણ ગયા સપ્તાહે કાસ્પીયન સમુદ્રમાં થયેલા હુમલામાં ભારતીય ખલાસી માર્યા જતા યુક્રેનના રાજદૂતને જવાબ તલબ કર્યો હતો.