World

3.3 કરોડ જીંદગી ઉપર ઝળુંબતુ મહાસંકટ સ્પેન અને ફ્રાંસના જંગલોમાં ભીષણ આગ

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ફ્રાંસ અને સ્પેનના જંગલોમાં છેલ્લા 15 દિવસથી ભીષણ આગ ભભૂકી રહી છે. પિરીનીઝ પર્વતમાળા નજીક ફાટી નીકળેલી આ આગથી 3 કરોડથી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા છે. બંને દેશોની સરકારે 33 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. લાખો હેક્ટર વન સંપત્તિ નષ્ટ થઈ છે અને 250થી વધુ ઘરો ભસ્મીભૂત થયા છે. ફાયર બ્રિગેડ સતત કાર્યરત હોવા છતાં આગ બેકાબૂ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3.3 કરોડ જીંદગી ઉપર ઝળુંબતુ મહાસંકટ સ્પેન અને ફ્રાંસના જંગલોમાં ભીષણ આગ
  • ફ્રાંસના દ.પ.નાં જંગલની આગથી 'ફાયર-ક્લાઉડ' રચાયા
  • છેલ્લા પંદર દિવસથી ખીરીનીઝ પર્વતમાળાની બંને બાજુના જંગલો જલે છે બંને દેશોના ફાયર બ્રિગેડસ કાર્યરત છતાં આગ બુઝાવાને બદલે ફેલાય છે

પેરીસ : ફ્રાંસ અને સ્પેનના જંગલોમાં સતત ૧૫ દિવસથી આગ ભભૂકી રહી છે. તેમાં બંને દેશોના ૩ કરોડથી વધુ લોકોની જીંદગી ઉપર મહાસંકટ ઝળુંબી રહ્યું છે. બંને દેશોની સરકારોએ આસપાસના વિસ્તારો ખાલી કરાવ્યા છે. આ આગથી માત્ર લોકોને જ નુકસાન થયું હોય તેવું નથી પરંતુ કેટલાએ લાખ હેકટરની વન સંપત્તિ પણ નાશ પામી છે. લાખો પશુ પક્ષીઓ માર્યા ગયા છે. બંને દેશોના ફાયર બ્રિગેડ સતત કાર્યરત છે. પરંતુ આગ બુઝાવાને બદલે ફેલાતી જાય છે. એક તરફ તીવ્ર ગરમી તો બીજી તરફ દુષ્કાળ વચ્ચે અત્યારે જ બંને દેશોનાં હજી સુધીમાં પહોંચેલા ૪૦ ડીગ્રી તાપમાનમાં પણ આ આગથી વધારો થયો છે.
વિજ્ઞાાનીઓ કહે છે કે, આ રીતે જલવાયુ પરિવર્તનને લીધે દક્ષિણ યુરોપમાં આવી આગની ઘટનાઓની તીવ્રતા વધતી રહેશે.
આ આગ એટલી વ્યાપક છે કે ૩૩ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ફેરવાયા છે. તે પૈકી ફ્રાંસમાં ૨૨ લાખ અને સ્પેનના ૧૧ લાખ લોકો સલામત રીતે બહાર કઢાયા છે. સ્પેનમાં ૧ લાખ હેકટર અને ફ્રાંસમાં ગીરોન્દે પ્રાંતમાં ૪૨ હજાર વન સંપદા નાશ પામી છે. ૨૫૦ થી વધુ ઘરો ભસ્મીભૂત થઇ ગયા છે. આગ પર કાબુ મેળવવા બંને દેશોના લાઇબંબા ચોવીસ કલાક કાર્યરત રહ્યા છે છતાં આગ બુઝાવાને બદલે વિસ્તરતી જાય છે.
ફ્રાંસમાં ફાયર કલાઉડ બની રહ્યા છે, તેને વિજ્ઞાાન પરિભાષામાં પાયરો કયુમ્યુલો નિમ્બા કહેવાય છે. ટુંકું નામ પાયરો સીલી છે. જે આગની તીવ્ર ગરમીને લીધે બને છે, તેમાં ધુમાડો, કાર્બન બને છે. તેમાં વરાળ પણ હોય છે. તે મશરૂમ જેવા દેખાય છે. કેટલાએ કિ.મી. સુધી ફેલાયેલા રહે છે. ફાયર કલાઉડનો પહેલો ખતરો તે નીચેની ગરમ હવાને આ પાયરોસીવી ગરમ હવા ઉપર જવા ન દેતાં આગ વધુ ને વધુ ફેલાતી જાય છે. આટલી વ્યાપક આગની લોકો ઉપર માઠી અસર થાય છે. પહેલાં તો લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. કારણ કે ડામરના રોડ તો ડામર ઓગળી જવાથી રસ્તા લગભગ બંધ થઇ જાય છે. બીજો ખતરો આગના ધૂમાડાનો છે. તેથી કાર્બનનાં કણો શ્વાસમાં અંદર જતાં ફેફસાને નુકસાન થાય છે. તેથી શ્વાસ તથા હૃદય રોગ પણ વધે છે. આ ધૂમાડો વૃધ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓ માટે તો ઘણીવાર જાનલેવા સાબિત થાય છે. ઓછામાં ઓછું તેથી આંખોમાં બળતરા, ઉધરસ, શ્વાસ ચઢવો, માથાનો દુખાવો થવા જેવી સમસ્યા થાય છે. ત્રીજો ખતરો ખેતી તથા ઉદ્યોગો અને અર્થતંત્રને નુકશાન થાય છે.