World

રશિયામાં એક લેબ વર્કરનું રહસ્યમય માંદગીથી મૃત્યુ : 200 કોરેન્ટાઇન કરાયા

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
રશિયાના સાઇબેરિયન વિસ્તારના ઇસ્કુત્સમાં 28 વર્ષીય લેબ વર્કર ડારિયા શિપિલોવાને ગંભીર ન્યુમોનિયા થતા મૃત્યુ થયું છે. એન્ટી-પ્લેગ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં ટેસ્ટ ટ્યુબ તૂટતા ડેન્જરસ પેથોજન લીક થયાની આશંકા છે. આ ઘટના બાદ આશરે 200 લેબ વર્કર્સને ક્વોરેન્ટાઇન કરાયા છે. જોકે, રશિયન સત્તાધીશો ન્યુમોનિક પ્લેગની સત્તાવાર પુષ્ટિ કરતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયામાં એક લેબ વર્કરનું રહસ્યમય માંદગીથી મૃત્યુ : 200 કોરેન્ટાઇન કરાયા
  • મહાબલી રશિયામાં પ્લેગ ભય ફેલાઈ રહ્યો છે
  • સદ્ગત વાયરસ લીક થતાં આ દુર્ઘટના બની હોવાની આશંકા લેબમાં એકિસડન્ટ થતાં લેબ વર્કરને ભારે ન્યૂમોનિયા થયો : મૃત્યુ પામ્યા

મોસ્કો : રશિયાના સાઇબેરિયન વિસ્તારમાં આવેલા ઇસ્કુત્સ વિસ્તારમાં ૨૮ વર્ષના એક લેબોરેટરી વર્કર ડારિયા શિપિલોવાને ભારે ન્યુમોનિયા થતાં મૃત્યુ પામ્યા છે. આ વિષે અહેવાલો જણાવે છે કે, પ્લેગ વિરોધી રસી બનાવતા ડેન્જરસ પેથોજન લીક થતાં તેમનું મૃત્યુ થયું હતું. આ લીકેજ થતાં આશરે ૨૦૦ લેબર વર્કર્સને કવોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, કારણ કે કદાચ, તેઓજાણે અજાણે પણ તે વર્કરના સીધા કે આડકતરા સંપર્કમાં આવ્યા હોય તો, તેમના જાન ઉપર તો ખતરો ઉભો થાય જ પરંતુ, તે વર્કર્સ બીજાના સંપર્કમાં આવે તો તેમને પણ તે જંતુઓ લાગી શકે.
ઇર્કુત્સ પાસેના શેલેખાવે નગરમાં બનેલી આ ઘટનાની વિગતો તેવી છે કે ત્યાં રહેલી એન્ટી-પ્લેગ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં કામ કરતી ૨૮ વર્ષની યુવતીએ વરિષ્ટ વિજ્ઞાનીઓને કહ્યું હતું કે, તેણે આકસ્મિક રીતે ટેસ્ટ ટયુબ તોડી નાખી છે, જેમાં બાયોલોજિકલ મટીરીયલ હતું.
આ પછી તેને ભારે ન્યુમોનિયા શરૂ થઇ ગયો. તે ક્યાંથી થયો તે જાણી શકાયું ન હતું. તે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તેની હાલત સતત બગડતી જ ગઈ. આખરે ૧ ઓકટોબર ગુરુવારના દિવસે તે મૃત્યુ પામી.
આ અંગે મળતા અહેવાલો જણાવે છે કે, તેનું નિધન ન્યુમોનિક પ્લેગને લીધે થયું હોવા સંભવ છે. જો કે રશિયન સત્તાધીશો સત્તાવાર રીતે ન્યૂમોનિક-યોગ થયો હોવાનું સ્વીકારતા નથી. તે અલગ વાત છે. તેમ છતાં એક વાત નિશ્ચિત છે કે તે યુવતીનું કોઇ અજ્ઞાત-રોગથી મૃત્યુ થયું હતુ. સત્તાધિશો ભલે મૌન સેવે રશિયામાં આ સાથે પ્લેગ ભય ફેલાઈ રહ્યો છે.