Get The App

આર્જેન્ટીનાના સમુદ્ર તટની દક્ષિણે 33 ફૂટના લાંબા હાથ અને 3.3 ફીટનું મસ્તક ધરાવતી જેલી ફીશ જોવા મળી

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
આર્જેન્ટીનાના સમુદ્ર તટની દક્ષિણે 33 ફૂટના લાંબા હાથ અને 3.3 ફીટનું મસ્તક ધરાવતી જેલી ફીશ જોવા મળી 1 - image

- સમુદ્રના ઊંડાણમાં અતુલિત રહસ્યો રહેલાં છે

યુનિવર્સિટી ઓફ બ્યુનોસ એરિસનાં ડૉ. મારિયા એમિલિયા બ્રેવોએ કહ્યું : અમે આવું જૈવિક વૈવિધ્ય કલ્પ્યુ પણ ન હતું : આ અદ્ભુત શોધ છે

બ્યુનોસ એરિસ : યુનિવર્સિટી ઓફ બ્યુનોસ એરિસના વિજ્ઞાનીઓના શ્વાસ થંભી જાય તેવી શોધ કરી છે. આર્જેન્ટીનાના સમુદ્ર તટે રહેલાં તીએર્રા દેલ ફ્યુએગો શહેરથી આશરે ૧૦૦૦ માઈલ દક્ષીણે એટલાંટિક મહાસાગરમાં ૨૫૦ મીટર (૭૬૦ ફીટ આશરે) નીચે, સ્કુલ બસના માપની એફ જાયન્ટ જેલી ફિશ મળી આવી છે. તેના હાથ ૩૩ ફીટ લાંબા છે જ્યારે માથું ૩.૩ ફીટ ડાયામીટરનું છે. આ અસામાન્ય જીવને જોતાં વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઉલ્લેખનીય તો તે છે કે સામાન્ય માપની જેલી ફીશને તેના હાથ ઉપર જેલ કાંટા હોય છે અને તે કાંટા દ્વારા તે અન્ય શિકાર (જેવી કે નાની માછલીઓ) ને મારી ગળી જાય છે. તેવું આ જાયન્ટ જેવી ફિશમાં જોવા મળતું નથી. તેના ટેન્ટેકલ્સ (હાથ) ઉપર કાંટા દેખાતા નથી. આથી સહજ અનુમાન બાંધી શકાય કે તે તેનાં શિકાર ને તેના પટ્ટા જેવા હાથમાં પકડી દબાવી. પછી મસ્તકમાં રહેતા મુખમાં ગળી જતી હશે.

આ સંશોધનથી જીવ વિજ્ઞાનીઓ એટલા ઉત્તેજિત થઇ ગયા છે કે આ સંશોધન કરનાર ટુકડીના નેતા અને યુનિવર્સટી ઓફ બ્યુનોસ એરિસનાં ઝૂલોજી (જીવ વિજ્ઞાન) વિભાગનાં વડા ડૉ. મારિયા એમિસિયા બ્રેબોએ કહ્યું હતું કે સમુદ્રમાં અગણિત જીવ સૃષ્ટિ રહેલી છે. સમુદ્રનાં ઊંડાણમાં અતુલિત રહસ્યો રહેલાં છે. અમે આવું જૈવિક વૈવિધ્ય કલ્પ્યું પણ ન હતું. પરંતુ તે નક્કર વાસ્તવિક્તા બની સામે આવ્યું છે.

ડૉ. મારિયા અને તેઓના સાથીઓ અને થોડા વિદ્યાર્થીઓ એક સ્વસંચાલિત અને જાડા કાચની બારીઓવાળા ગોળામાં બેસી સમુદ્રીય જીવ સૃષ્ટિનો અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે અચાનક આવી પ્રચંડ જેલી ફિશ જોતાં ઘડીભર તો શ્વાસ થંભી ગયાં હતાં. પરંતુ સંશોધનો અને નોંધો તો ચાલુ જ રાખી હતી. તેઓએ તે જેલીફીશને તેના પટ્ટા જેવા હાથથી શિકાર પકડી મુખમાં મુકતાં પણ જોઈ હતી.

ડૉ. બ્રેવોએ પછીથી પત્રકારોને કહ્યું આવુ જીવ વૈવિધ્ય પર્યાવરણીય પ્રક્રિયાઓ અને તેના પારસ્પરિક સંબંધો એક સાથે જોવાં તે વાસ્તવમાં એક કલ્પનાતિત ઘટના છે, અને આ રીતે વિજ્ઞાન ક્ષેત્રે એક બારી ખોલી છે. હજીયે ઘણી ઘણી બારીઓ ખોલવાની રહે છે.