World

પાક.-અફઘાન વચ્ચે ગમે ત્યારે ઘોર-યુધ્ધ ફાટી નીકળવા સંભવ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર બોમ્બમારો કરી એર-સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 3 લોકોનાં મોત થયા હતા. પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાનમાંથી થયેલા આત્મઘાતી હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરાઈ હતી. તાલિબાને પાકિસ્તાનના આરોપો ફગાવી દીધા અને વળતો જવાબ આપવાની ધમકી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાક.-અફઘાન વચ્ચે ગમે ત્યારે ઘોર-યુધ્ધ ફાટી નીકળવા સંભવ
  • પાકિસ્તાને સોમવારે સવારે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત પર ભારે બોમ્બમારી કરી ખાના-ખરાબી કરતાં તણાવ ચરમ સીમાએ

નવી દિલ્હી : પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લેતો. સોમવારે સવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર એર-સ્ટ્રાઇક કરતાં ઓછામાં ઓછા ત્રણના મૃત્યુ થયા હતા. પાકિસ્તાનનું કહેવું છે કે, બંને દેશોની સરહદને સ્પર્શીને રહેલા આ પ્રાંતમાંથી અફઘાનોએ હુમલો કરી પાકિસ્તાનના પોલીસ થાણાનો નાશ કર્યો હતો. આ હુમલો આત્મઘાતી હુમલો હતો તેમ કહેતાં પાકિસ્તાનના અધિકારીએ જણાવ્યું હતું કે, તે હુમલાના વળતા જવાબમાં અમે અફઘાનિસ્તાનના તે પૂર્વના પ્રાંતમાં એર સ્ટ્રાઇક કરી હતી.
છેલ્લા કેટલાએ મહિનાઓથી બંને દેશો વચ્ચે તંગદિલી પ્રવર્તી જ રહી છે. તેમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી તો તે ચરમસીમા તરફ જઈ રહેતાં નિરીક્ષકોનું કહેવું છે કે, અત્યારે પરિસ્થિતિ તેવી છે કે, બંને દેશો વચ્ચે ઘોર-યુધ્ધ ફાટી નીકળવા પૂરો સંભવ દેખાય છે.
અફઘાનિસ્તાનના શાસક જૂથ તાલિબાનના પ્રવકતા જબીઉલ્લાહ મજીહીદે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અંદર ઘુસીને પાકિસ્તાને હુમલો કર્યો તે તેણે સારૃં નથી કર્યું. અમારા કબીલા તેનો મુંહતોડ જવાબ આપશે જ.
આ સાથે પાકિસ્તાનના આક્ષેપોને ફગાવી દેતાં તેમણે કહ્યું હતું કે, તાલિબાનો ત્યાં કોઈ હુમલો કરતા જ નથી કે આતંકવાદીઓને ટેકો પણ આપતા નથી. જો પાકિસ્તાન અમારી સાથે થયેલી સંધિના આર્ટિકલ-૫૧નું ઉલ્લંઘન કરે તો અમને પણ તેનું ઉલ્લંઘન કરવાનો અધિકાર છે.
વાસ્તવમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે બંને દેશોને જુદા પાડતી રેખા, ડુરાન્ડ-લાઇન અંગે ઝઘડો ચાલે જ છે. અફઘાનિસ્તાનને તે રેખા મંજૂર નથી.
બીજી તરફ પાકિસ્તાનની મુશ્કેલીઓ તો તેના દેશમાં જ વધી રહી છે. તેના ઉત્તર- પશ્ચિમના ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં એક મસ્જિદ પાસે, વિસ્ફોટકોથી ભરેલા એક વાહનમાં વિસ્ફોટ થયો, તે પછી આ આતંકવાદીઓએ પોલીસ થાણા ઉપર હુમલો કરતાં પાંચ પાંચ પોલીસ અધિકારીઓ સાથે ઓછામાં ઓછા ૩૧ લોકોનાં મૃત્યુ થયા હતાં અને ૫૦ થી વધુ ઘાયલ થયા હતા.
આ અંગે પોલીસ આઇ.જી.એ જણાવ્યું હતું કે, કોહાર પોલીસ લાઇન્સની એક મસ્જીદ પાસે આ હુમલો થયો હતો અને વિસ્ફોટકો ભરેલું વાહન એક ઇમારત સાથે અથડાવનાર આત્મઘાતીનું પણ મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય તે છે કે તે ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં મૂળ તો પાકિસ્તાનના જાસૂસી તંત્ર આઇ.એસ.આઇ.એ જ તહેરિક-એ- તાલિબાન - એ -પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. તે જ તાલિબાનો હવે તેની સામે પડયા છે અને પાકિસ્તાન દોષનો ટોપલો અફઘાનિસ્તાન ઉપર ઢોળે છે.