World

યુકેમાં હિન્દુઓને ઝટકો: ચર્ચ અને મુસ્લિમ સંગઠનને મળી જમીન, ગેરેજમાં રાખવી પડે છે મૂર્તિઓ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
કેમ્બ્રિજશાયરમાં બ્રિટિશ હિન્દુઓને મંદિર બનાવવા જમીન ન મળતા મોટો ઝટકો લાગ્યો છે. સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે નોર્થસ્ટોમાં ધાર્મિક કાર્યો માટેની જમીન હિન્દુ ચેરિટીને બદલે ચર્ચ અને મુસ્લિમ જૂથને 999 વર્ષના લીઝ પર આપી. હિન્દુ સમાજે પણ બોલી લગાવી હતી, પરંતુ કાઉન્સિલે NCNને 81% ગુણ આપી જમીન ફાળવી. કેમ્બ્રિજશાયરમાં એક પણ મંદિર નથી, જેથી હિન્દુ પરિવારોમાં ભારે નિરાશા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુકેમાં હિન્દુઓને ઝટકો: ચર્ચ અને મુસ્લિમ સંગઠનને મળી જમીન, ગેરેજમાં રાખવી પડે છે મૂર્તિઓ

British Hindus Temple Land Dispute Cambridgeshire : બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં બ્રિટિશ હિન્દુઓને મંદિર બનાવવા માટે જમીન ન મળતા મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક કાઉન્સિલે નોર્થસ્ટો શહેરમાં ધાર્મિક કાર્યો માટે જમીનનો એક ટુકડો, હિન્દુ ચેરિટીને આપવાના બદલે એક ચર્ચ અને મુસ્લિમ જૂથને આપી દીધો છે, જેના કારણે હિંદુ સમુદાયના લોકોમાં નારાજગી જોવા મળી છે. સાઉથ કેમ્બ્રિજશાયર ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે નોર્થસ્ટો ચર્ચ નેટવર્ક (NCN)ને 999 વર્ષ માટે 0.2 હેક્ટર જમીન લીઝ પર આપી છે, જેના માટે તેમણે ખૂબ જ મામૂલી ભાડું ચૂકવવું પડશે.

હિન્દુ સમાજે પણ લગાવી હતી બોલી

હિન્દુ સમાજ નોર્થસ્ટો (HSN)એ પણ જમીન માટે બોલી લગાવી હતી, અને ત્યાં એક મંદિરની સાથે-સાથે વિવિધ ધર્મના લોકો માટે એક સેન્ટર અને વેલબીઇંગ સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ બોલીનું મૂલ્યાંકન કરનારા કાઉન્સિલના અધિકારીઓએ હિન્દુ સમાજની બોલીને 65% અને NCNની બોલીને 81% ગુણ આપ્યા, તેથી જમીન NCNને મળશે. NCNના પ્રસ્તાવમાં નોર્થસ્ટોના મુસ્લિમોને એક મુખ્ય ભાડૂઆત તરીકે સામેલ કરવાની વાત છે, જેમની પાસે પોતાનો ઇસ્લામિક પ્રાર્થના ખંડ અને શિક્ષણ કેન્દ્ર હશે.

કેમ્બ્રિજશાયરમાં એક પણ મંદિર નથી

કેમ્બ્રિજશાયરમાં ઘણા ચર્ચ અને મસ્જિદો છે, પરંતુ એક પણ મંદિર નથી. પૂજા-અર્ચના માટે હિન્દુઓએ બર્મિંગહામ અથવા વેમ્બલી સુધી બે કલાકની મુસાફરી કરવી પડે છે. તેઓ આવી સામુદાયિક જગ્યાઓ તાત્કાલિક ભાડે રાખી શકતા નથી, જેનાથી તહેવારો ઉજવવાનું મુશ્કેલ બની જાય છે. ઘણીવાર મૂર્તિઓને કેરી બેગમાં ભરીને ગેરેજમાં રાખવામાં આવે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન તેમાંથી ઘણી મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.

HSN એ શું કહ્યું?

HSNની ચેર અપર્ણા નિગમ-સક્સેનાએ કહ્યું, 'અમને ઘણી નિરાશા છે કે, નિર્ણય અમારા પક્ષમાં ન આવ્યો. અમને આ પ્રક્રિયાની પારદર્શિતા અને મજબૂતીને લઈને ઘણા સવાલો છે.' તેમણે કહ્યું કે, તેઓ અપીલ કરવા અંગે વિચારી રહ્યા છે. HSNની બોલીને ઘણા કારણોસર ઓછી આંકવામાં આવી હતી, જેમાં ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડની અછત પણ સામેલ હતી, તેમને ખબર નહોતી કે, આ એક મહત્વની બાબત છે. જો તેઓ અમારા આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરાયેલું કોટેશન જોવા માંગતા હતા, તો તેમણે અમને માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) આપવી જોઈતી હતી.'

હિંદુ પરિવારોમાં નિરાશા

નોર્થસ્ટોમાં રહેતા આશરે 150 હિન્દુ પરિવારો ખૂબ જ દુઃખી છે. 16 વર્ષની ઇવાનું કહેવું છે કે, તે ક્યારેય આખી રાત જાગીને શિવરાત્રી નથી મનાવી શકી, અને ના તો ક્યારેય હવનમાં સામેલ થઈ શકી છે. ઇવાએ કહ્યું, 'હું અવારનવાર ભારતમાં મારા પિતરાઈ ભાઈ-બહેનોને તહેવાર ઉજવતા જોઉં છું, અને મારી પણ ઈચ્છા થાય છે કે, હું એ જ રીતે ઉજવી શકું, પરંતુ હું તેમ કરી શકતી નથી.'

ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા અભિષેક શ્રીવાસ્તવે કહ્યું કે, 'ક્યારેક-ક્યારેક તેમને લાગે છે કે, UK આવીને તેમણે ભૂલ કરી, કારણ કે તેમના 9 અને 12 વર્ષના બાળકો હિન્દુ તહેવારોમાં સામેલ થઈ શકતા નથી.'