World

ટ્રમ્પે હદ કરી! AIનું જ નામ બદલી 'સુપર ઈન્ટેલિજન્સ' રાખવાનો આદેશ લાગુ કર્યો

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું નામ બદલીને 'સુપર ઇન્ટેલિજન્સ' (SI) કરવાનો આદેશ આપ્યો છે. હવે સરકારી દસ્તાવેજોમાં AIના બદલે SI શબ્દનો ઉપયોગ થશે. ટ્રમ્પે જણાવ્યું કે, આ ટેક્નોલોજી ઇન્ટરનેટથી પણ મોટો બદલાવ લાવી શકે છે. આ નિર્ણય વ્હાઇટ હાઉસમાં ઈલોન મસ્ક સહિતના ટેક દિગ્ગજો સાથેની બેઠક બાદ લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે હદ કરી! AIનું જ નામ બદલી 'સુપર ઈન્ટેલિજન્સ' રાખવાનો આદેશ લાગુ કર્યો
IMAGE - IANS

Donald Trump AI rename: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને એક મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પે AIનું નામ બદલીને 'સુપર ઈન્ટેલિજન્સ' (Super Intelligence) અને SI કરવાનો આદેશ આપ્યો છે, જેથી સરકારી દસ્તાવેજો અને પત્રવ્યવહારમાં આ નવા નામનો ઉપયોગ થઈ શકે.

સરકારી કામકાજમાં હવે AI નહીં, 'સૂપર ઇન્ટેલિજન્સ'

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, જેનું શીર્ષક 'સૂપર ઇન્ટેલિજન્સના યુગની શરૂઆત' છે. આ આદેશ હેઠળ સરકારી વિભાગો અને એજન્સીઓને સત્તાવાર પત્રવ્યવહાર, વેબસાઇટ્સ, રિપોર્ટ્સ અને નીતિગત દસ્તાવેજોમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' અને 'AI'ની જગ્યાએ 'સૂપર ઇન્ટેલિજન્સ' અને 'SI' શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, આ ફેરફાર અગાઉના રેકોર્ડ, જૂના નિયમો કે સરકારી કરાર પર લાગુ થશે નહીં.

AIનું નામ કેમ બદલવામાં આવ્યું?

ટ્રમ્પ વહીવટી તંત્રનું માનવું છે કે આજના આધુનિક AI સિસ્ટમની ક્ષમતાઓ માત્ર માનવ બુદ્ધિમત્તાની નકલ કરવા સુધી સીમિત નથી. આ ટેક્નોલોજી હવે વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર અને માનવ પ્રયાસોના દરેક ક્ષેત્રમાં અશક્ય લાગતા કામોને સંભવ બનાવી રહી છે. આથી, સરકારની શબ્દાવલિ પણ ટેક્નોલોજીની આ વ્યાપક ક્ષમતાઓને દર્શાવતી હોવી જોઈએ. હાલમાં આ માટે કાયદામાં AIની જૂની વ્યાખ્યા જ લાગુ રહેશે, પરંતુ વૈજ્ઞાનિક સહાયકને આગામી 60 દિવસમાં સંસદ સમક્ષ નવો પ્રસ્તાવ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

ઇન્ટરનેટથી પણ મોટો બદલાવ: પ્રમુખ ટ્રમ્પ

વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો- જેમાં ઈલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને જેસન હુઆંગ જેવા અગ્રણીઓ સામેલ હતા. સાથેની બેઠક બાદ આ આદેશ આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પે આ તકનીકી બદલાવને અમેરિકા માટે અભૂતપૂર્વ અવસર ગણાવતા કહ્યું કે આ ઇન્ટરનેટથી પણ મોટો બદલાવ સાબિત થઈ શકે છે.

સુરક્ષિત વિકાસ પર ટેક્નોલોજી કંપનીઓનો ભાર

આ બેઠક બાદ ટેક કંપનીઓના અધિકારીઓએ 'વ્હાઇટ હાઉસ એકોર્ડ' અંગે માહિતી આપી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૂપર ઇન્ટેલિજન્સનો સુરક્ષિત વિકાસ કરવાનો છે. માર્ક ઝુકરબર્ગ અને અન્ય ટેક દિગ્ગજોએ આ ટેક્નોલોજી પર લોકોના વિશ્વાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક તકનીકી રેસમાં અમેરિકા મોખરે રહે તે અત્યંત મહત્ત્વપૂર્ણ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.