World

યુદ્ધના કારણે દુનિયાની ચિંતા વધી: કુવૈત ઍરપૉર્ટ ઠપ, પાણીની કટોકટી અને ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ ઉછાળો

By GS Team
18 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ તૂટતાં સંઘર્ષ વકર્યો છે. અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકન સહયોગી દેશો પર મિસાઇલ-ડ્રોન હુમલા કર્યા. કુવૈત ઍરપૉર્ટ ઠપ થયું અને પાણી પુરવઠો ખોરવાયો. ઈરાને અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યાનો દાવો કર્યો. આને કારણે ક્રૂડના ભાવ 4% વધ્યા છે અને મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્ધના કારણે દુનિયાની ચિંતા વધી: કુવૈત ઍરપૉર્ટ ઠપ, પાણીની કટોકટી અને ક્રૂડ ઓઇલના ભાવમાં તોતિંગ ઉછાળો
IMAGE - IANS

US Iran war escalation 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ એક જ સપ્તાહમાં તૂટી જતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ જ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઇરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાના જવાબમાં, શનિવારે ઇરાને વળતો પ્રહાર કરીને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ભીષણ સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે.

કુવૈતમાં ઍરપૉર્ટ ઠપ અને પાણીનો પુરવઠો ખોરવાયો

ઈરાનના સખત હુમલાને કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. વારંવાર થઈ રહેલા મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમને પગલે કુવૈત ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાની હુમલામાં કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ (ડીસેલિનેશન પ્લાન્ટ) પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કુવૈતના વોટર પ્લાન્ટ પર આ બીજો હુમલો છે, જેનાથી નાગરિક સુવિધાઓ પર મોટું સંકટ ઊભું થયું છે.

ઈરાનનો દાવો: અમેરિકન સૈન્ય મથકો અને ફાઇટર જેટ્સ તબાહ કર્યા

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય સપોર્ટ સેન્ટર 'કેમ્પ આરિફજાન' પર હુમલો કર્યો છે અને અલી અલ સાલેમ એર બેઝ પર ફેસિલિટી રડાર તોડી પાડ્યું છે. આ ઉપરાંત, બહેરીનમાં આવેલા શેખ ઇસા એર બેઝ અને ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું.

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ગાર્ડ્સે જોર્ડનમાં આવેલા અલ અઝરક યુએસ બેઝ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરીને અમેરિકાના બે ફાઇટર એરક્રાફ્ટ સહિત અન્ય ત્રણ વિમાનો નાશ પામ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, ન્યૂઝ એજન્સી રોઇટર્સ આ અહેવાલોની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ

સમગ્ર વિશ્વના ઓઇલ પુરવઠાના પાંચમા ભાગ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાં બંને પક્ષોએ દરિયાઈ વાહનોને નિશાન બનાવ્યા છે. અમેરિકાએ ઈરાનની દરિયાઈ નાકેબંધી કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઈરાને તેના નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો પર હુમલો કર્યો છે. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 4%થી વધુનો ઉછાળો આવ્યો છે અને તે એક મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટી રાજકીય મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે નવેમ્બરમાં અમેરિકામાં કોંગ્રેસની ચૂંટણીઓ યોજાવાની છે.

બંને દેશોમાં નાગરિક સુવિધાઓ પર હુમલા: સંયુક્ત રાષ્ટ્ર (UN)ની ચિંતા

બીજી તરફ, ઈરાનના દક્ષિણી શહેર જાસ્કમાં પણ અમેરિકન હુમલામાં પાવર ગ્રીડ અને પાણીના પંપ તબાહ થયા છે, જેના કારણે 20 ગામોના અંદાજે 10,000 લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે તેઓએ સતત સાતમા દિવસે ઈરાનની સૈન્ય લોજિસ્ટિક્સ, અંડરગ્રાઉન્ડ શસ્ત્ર ભંડાર અને સર્વેલન્સ સાઇટ્સને નિશાન બનાવી છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ સંઘર્ષ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને ખાસ કરીને સામાન્ય નાગરિકો માટેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર થઈ રહેલા હુમલાઓની સખત નિંદા કરી છે.