World

અમેરિકન FBI ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પંજાબના ગુરપ્રીત સિંહનું નામ, વૉરન્ટ ઈશ્યૂ

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની FBIએ ભારતીય નાગરિક ગુરપ્રીત સિંહને 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ કર્યો છે. પંજાબના ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાના આંતરરાષ્ટ્રીય નેટવર્કના સભ્ય ગુરપ્રીત પર ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીના આરોપ છે. FBIનું 'ઓપરેશન હાર્ડ બોલ' યુએસ, યુરોપ અને કેનેડામાં ફેલાયેલા આ નેટવર્કને તોડવા ચલાવાઈ રહ્યું છે. લૉસ એન્જિલિસ કોર્ટે ગુરપ્રીત સામે વોરંટ બહાર પાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન FBI ની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પંજાબના ગુરપ્રીત સિંહનું નામ, વૉરન્ટ ઈશ્યૂ
IMAGE - x.com/FBIMostWanted

FBI Most Wanted: અમેરિકાની અગ્રણી તપાસ એજન્સી FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ વધુ એક ભારતીય નાગરિકને પોતાની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ કર્યો છે. મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આ આરોપીનું નામ ગુરપ્રીત સિંહ છે. FBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરપ્રીત સિંહ પંજાબના કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ માફિયા જગ્ગુ ભગવાનપુરિયાના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો સક્રિય સભ્ય છે.

નેટવર્કને તબાહ કરવા FBIનું 'ઓપરેશન હાર્ડ બૉલ'

જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના વૈશ્વિક નેટવર્કને સંપૂર્ણપણે પરાસ્ત કરવા માટે FBI દ્વારા 'ઓપરેશન હાર્ડ બૉલ' ચલાવવામાં આવ્યું હતું. આ વિશેષ મિશન હેઠળ અમેરિકા, યુરોપ અને કેનેડામાં ફેલાયેલા આ ગેંગના ઠેકાણાઓ તેમજ ડ્રગ્સ અને હથિયારોના તસ્કરી નેટવર્ક પર મોટો સિકંજો કસવામાં આવ્યો છે.

પંજાબથી શરૂ થયેલું નેટવર્ક અમેરિકા સુધી ફેલાયું

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, 'જગ્ગુ ભગવાનપુરિયા સંગઠિત ગુનાહિત જૂથ'ની શરૂઆત મૂળ ભારતના પંજાબથી થઈ હતી. પરંતુ સમય જતાં આ જૂથે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના પગપેસારો કર્યો હતો. હાલમાં આ નેટવર્ક અમેરિકાના કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કાળો કારોબાર ચલાવી રહ્યું હતું.

લૉસ એન્જિલિસ કોર્ટે જારી કર્યું ધરપકડ વોરંટ

ગુરપ્રીત સિંહ પર સરહદ પારથી ચાલતા ગુનાહિત સંગઠનમાં સામેલ થઈને ગંભીર ગુના આચરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. FBI અનુસાર, તે વસૂલી (રંગદારી), વિના લાઈસન્સે હથિયારોના વેપારનું કાવતરું ઘડવું, નશીલા પદાર્થો રાખવા, તેની તસ્કરી કરવી અને તેનું વેચાણ કરવા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સીધી રીતે સામેલ હતો. આ ગંભીર આરોપોના આધારે, 25 જૂન 2026ના રોજ લૉસ એન્જિલિસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ગુરપ્રીત સિંહ સામે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

FBI દ્વારા શોધખોળ ઝડપી, માહિતી આપવા અપીલ

હાલમાં FBI આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સીઓ સાથે સંકલન સાધીને ગુરપ્રીત સિંહની ધરપકડ કરવા માટે તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. આ સાથે જ FBIએ સામાન્ય જનતા અને અન્ય માધ્યમોને પણ અપીલ કરી છે કે જો કોઈ પાસે ગુરપ્રીત સિંહ અંગેની જાણકારી હોય તો તેઓ એજન્સીનો સંપર્ક કરે.