મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ મુસ્લિમ દેશની સિક્રેટ મુલાકાતે, ઈરાન ટેન્શનમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel UAE relations: ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અચાનક અબુ ધાબીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. મીડિયા અનુસાર, એક વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીએ આ મુલાકાતની પુષ્ટિ કરી છે, જોકે બંને દેશોના સરકારી કાર્યાલયો તરફથી તત્કાલ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.
7 ઓક્ટોબરના હમાસ હુમલા અગાઉની કથિત ચેતવણીને લઈને વિવાદ
નેતન્યાહૂની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે 7 ઓક્ટોબર 2023ના હમાસ હુમલા પહેલાં UAE દ્વારા કથિત રીતે આપવામાં આવેલી ચેતવણીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલ મુજબ, શેખ મોહમ્મદે હુમલાના લગભગ દોઢ અઠવાડિયા પહેલાં નેતન્યાહૂને જણાવ્યું હતું કે હમાસ ઈઝરાયલ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે.
નેતન્યાહૂ અને UAEનું વલણ
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ચેતવણી ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ અથવા સેના સુધી પહોંચી ન હતી. જોકે, નેતન્યાહૂએ આ અહેવાલને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને અખબાર સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. બીજી તરફ, UAEએ આ રિપોર્ટ પર સીધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અબુ ધાબીનું કહેવું છે કે 2020માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થપાયા બાદ બંને દેશો વચ્ચે વાતચીત માટે સીધા સંપર્કો જળવાયેલા છે.
નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે અગાઉ પણ થઈ ચૂકી છે ગુપ્ત મુલાકાત
આ અગાઉ પણ નેતન્યાહૂ અને શેખ મોહમ્મદ વચ્ચે UAEમાં ખાનગી મુલાકાત થયાના અહેવાલો સામે આવ્યા હતા. મે મહિનામાં ઈઝરાયલી પ્રમુખ ના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે UAEની 'ગુપ્ત મુલાકાત' કરી હતી અને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. અગાઉ UAEએ મુલાકાતથી ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે બંને નેતાઓ વચ્ચે ઓમાનની સરહદ પાસે આવેલા અલ એન શહેરમાં મુલાકાત થઈ હતી.




