World

ઈરાન આક્રમક મૂડમાં, હોર્મુઝમાં ફરી 3 ઓઇલ ટેન્કર પર ભીષણ હુમલો, દુનિયાનો જીવ અધ્ધર!

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં 3 ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવ્યા છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ચેતવણીની અવગણના કરનારા ટેન્કરો સામે આ કાર્યવાહી કરી. ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે, અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિનો ઉપયોગ કરનાર જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા દેવાશે નહીં. ટ્રમ્પના વળતર આપવાના નિર્ણયથી ઈરાન રોષે ભરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન આક્રમક મૂડમાં, હોર્મુઝમાં ફરી 3 ઓઇલ ટેન્કર પર ભીષણ હુમલો, દુનિયાનો જીવ અધ્ધર!
IMAGE - IANS

Iran Seizes 3 Oil Tankers in Strait of Hormuz: અમેરિકા-ઈરાન વચ્ચેનો વિવાદ અને મધ્ય પૂર્વમાં સર્જાયેલો તણાવ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ ક્ષેત્રમાં સ્થિતિ સતત શાંતિ અને સંઘર્ષ વચ્ચે ઝૂલી રહી છે. આ દરમિયાન, બુધવારે સવારે સામે આવેલા અહેવાલ મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી પોતાનો આક્રમક મિજાજ બતાવ્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે એવો દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ માર્ગ પર મળેલી ચેતવણીને નજરઅંદાજ કરનારા ત્રણ ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવી દીધા છે. ઈરાની સરકારી ટીવીના માધ્યમથી આ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ છે.

ઈરાને વિશ્વભરના દેશો અને શિપિંગ કંપનીઓને આપી ખુલ્લી ચેતવણી

મહત્ત્વનું છે કે ઈરાનનું આ પગલું તેની જ એક કડક ચેતવણીના થોડા કલાકો બાદ જ સામે આવ્યું છે. ઈરાને દુનિયાભરના દેશો અને શિપિંગ કંપનીઓને હોર્મુઝ વોટરવે અંગે ખુલ્લી ચિમકી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ દેશ કે કંપની અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલી ઈરાનની સંપત્તિનો ઉપયોગ કરશે, તો તેના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં.

ટ્રમ્પના વળતર આપવાના નિર્ણયથી ભડક્યું ઈરાન

ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર 'ખાતમ અલ-અંબિયા' દ્વારા આ આકરી ચેતવણી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિર્ણયના જવાબમાં આપવામાં આવી હતી. વાસ્તવમાં, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન જે જહાજોને નુકસાન પહોંચ્યું છે, તેમને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિમાંથી વળતર આપવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાન ભારે રોષે ભરાયું છે.

ઈરાની સૈન્ય પ્રવક્તાએ આપી ગંભીર પરિણામોની ચેતવણી

ઈરાની સૈન્ય કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફિકારીએ અમેરિકન પ્રમુખના આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ પગલું ગેરકાયદેસર છે. તેમણે અમેરિકન પ્રમુખને આ નિર્ણયના ગંભીર પરિણામો ભોગવવા અંગે ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે પણ દેશ કે કંપની ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરશે, ઈરાનના સશસ્ત્ર દળો તેના એક પણ જહાજને હોર્મુઝના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપશે નહીં.