અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવ દરમિયાન ગોળીબાર, 2 લોકોના મોત, 5થી વધુ ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bite of Seattle shooting: અમેરિકાના સિએટલ શહેરમાંથી એક મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આયોજિત વાર્ષિક 'બાઈટ ઓફ સિએટલ ફૂડ ફેસ્ટિવલ' (Bite of Seattle Festival) દરમિયાન એક અજ્ઞાત બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ભીષણ ગોળીબારની ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 5 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હજારોની મેદની વચ્ચે સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગ બહાર ગોળીબાર
આ કરૂણ ઘટના સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે આશરે 6 વાગ્યે સિએટલ સેન્ટર આર્મરી બિલ્ડિંગની બિલકુલ બહાર બની હતી. તે સમયે વાર્ષિક ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક થયેલા ફાયરિંગને કારણે લોકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઈમરજન્સી સેવાઓની ટીમોએ સ્થળ પર પહોંચીને મોટા પાયે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
સિએટલ પોલીસે વિસ્તાર ઘેરીને તપાસ શરૂ કરી
ઘટના બાદ સિએટલ પોલીસે સમગ્ર પ્રભાવિત વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોને તે તરફ ન જવાની સખત અપીલ કરી છે. પોલીસની ટીમ આ ગોળીબાર પાછળના કારણો અને હુમલાખોરની શોધખોળ માટે સઘન તપાસ ચલાવી રહી છે.









