World

બર્મુડા ટ્રાયંગલમાં ફરી રહસ્યમયી બનાવ: પ્લેન ગુમ થયા બાદ દાદા-દાદી અને 2 પૌત્રોના મોત

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
બર્મુડા ટ્રાયંગલમાં ગુમ થયેલું ફ્લોરિડાના દંપતી અને તેમના બે પૌત્ર-પૌત્રીઓનું 5 સીટર પાઇપર પીટી-34 વિમાન અંદ્રોસ આયલેન્ડ પાસે ક્રેશ થયું હતું. બહામાસથી મિયામી પરત ફરતી વખતે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટ્યો હતો. 80 વર્ષીય અનુભવી પાયલટ માલિયો લમાર અને તેમના પરિવારના મૃતદેહ મળી આવ્યા છે. પરિવારે સ્વજનોના પાર્થિવ દેહને પોતાની હોડીઓ દ્વારા બહાર લાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

બર્મુડા ટ્રાયંગલમાં ફરી રહસ્યમયી બનાવ: પ્લેન ગુમ થયા બાદ દાદા-દાદી અને 2 પૌત્રોના મોત

Bermuda Triangle Mystery: બર્મુડા ટ્રાયંગલમાં એક નાનું વિમાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા બાદ, અંદ્રોસ આયલેન્ડ પાસેથી તે વિમાનમાં સવાર ચારેય લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

બહામાસથી મિયામી પરત ફરી રહ્યા હતા

આ પાંચ સીટર પાઇપર પીટી-34 વિમાનમાં ફ્લોરિડાનું એક દંપતી અને તેમના બે પૌત્ર-પૌત્રીઓ સવાર હતા. તેઓ બહામાસના ગ્રેટ હાર્બર કેથી સોમવારે સવારે 11:15 વાગ્યે મિયામી એક્ઝિક્યુટિવ એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. મિયામી પરત ફરતી વખતે આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

મૃતકોની ઓળખ અને અનુભવી પાઇલટ

રોયલ બહામાસ પોલીસ ફોર્સના જણાવ્યા અનુસાર, વિમાન 80 વર્ષીય દાદા માલિયો લમાર ચલાવી રહ્યા હતા, જેમની પાસે 40 વર્ષનો ઉડ્ડયનનો લાંબો અનુભવ હતો. તેમની સાથે તેમની 79 વર્ષીય પત્ની લિલી લમાર તેમજ તેમના પૌત્ર-પૌત્રીઓ સોફી સોસા (28) અને ક્રિશ્ચિયન સોસા (22) પણ સવાર હતા. આખો પરિવાર બહામાસમાં લેબર ડે વીકેન્ડ વિતાવ્યા બાદ પરત ફરી રહ્યો હતો.

પરિવારે શોક વ્યક્ત કર્યો

વિમાનનો સંપર્ક તૂટી ગયા બાદ પરિવાર દ્વારા સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. મંગળવારે બહામાસના સૌથી મોટા ટાપુ એંદ્રોસ નજીક વિમાન ક્રેશ થયાની માહિતી મળી હતી. પરિવારે ભારે દુઃખ સાથે પુષ્ટિ કરી છે કે તેમના સ્વજનોના મૃતદેહો મળી આવ્યા છે અને પરિજનોએ ખુદ પોતાની હોડીઓ દ્વારા તેમના સ્વજનોના પાર્થિવ દેહને બહાર લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બર્મુડા ટ્રાયંગલ એવો પ્રદેશ છે જ્યાં અગાઉ પણ અનેક જહાજો અને વિમાનો રહસ્યમય સંજોગોમાં ગાયબ થયા છે.