World

76 હજાર કેસ અને રૂ. 52 હજાર કરોડમાં સેટલમેન્ટ! જોહ્નસન ઍન્ડ જોહ્નસનના બેબી પાવડરથી કેન્સરના દાવામાં મોટો વળાંક

By GS Team
28 Jul 20263 mins read
TukuTouch Logo
જોહ્નસન ઍન્ડ જોહ્નસન(J&J) યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના બેબી પાવડરથી ઓવેરિયન કેન્સરના 76,000 કેસોના નિકાલ માટે $5.5 અબજ ડૉલરના કરાર પર સહમત થઈ છે. એક દાયકાથી વધુ સમયની આ કાનૂની લડાઈનો આ સંભવિત અંત છે. J&J દાવો કરે છે કે તેના ઉત્પાદનો સુરક્ષિત છે, પરંતુ ખર્ચાળ કેસોથી છૂટકારો મેળવવા આ પગલું ભર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

76 હજાર કેસ અને રૂ. 52 હજાર કરોડમાં સેટલમેન્ટ! જોહ્નસન ઍન્ડ જોહ્નસનના બેબી પાવડરથી કેન્સરના દાવામાં મોટો વળાંક

પ્રસિદ્ધ હેલ્થકેર કંપની જોહ્નસન ઍન્ડ જોહ્નસન (J&J) યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના બેબી પાવડર અને અન્ય ટેલ્ક-યુક્ત ઉત્પાદનોથી ઓવેરિયન કેન્સર થવાના આક્ષેપ સાથે જોડાયેલા અંદાજે 76,000 કેસોના નિકાલ માટે 5.5 અબજ ડૉલરના પ્રસ્તાવિત કરાર પર સહમત થઈ ગઈ છે. અહેવાલ મુજબ, આ સમજૂતી કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા અને લાંબા સમયથી ચાલી રહેલા પ્રોડક્ટ લાયબિલિટી કેસોમાંના એકનો અંત લાવી શકે છે.
તમામ દાવાઓ આવરી લેવાશે
આ પ્રસ્તાવિત સેટલમેન્ટ (સમજૂતી) અમેરિકાની ફેડરલ અને સ્ટેટ કોર્ટોમાં દાખલ કરાયેલા અંદાજે 76,000 હાલના દાવાઓને આવરી લે છે, જે હેલ્થકેર જાયન્ટ સામેના બાકી રહેલા ઓવેરિયન કેન્સરના લગભગ તમામ કેસોનું પ્રતિનિધિત્વ કરે છે. આ કરાર ત્યારે જ પ્રભાવી બનશે જ્યારે ઓછામાં ઓછા 95% ક્લેમર્સ આ ડીલને સ્વીકારશે. આ કાનૂની લડાઈ એક દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહી છે. જેમાં અનેક કોર્ટ ટ્રાયલ, અપીલો અને કંપનીના ત્રણ અસફળ બેંકરપ્સી પ્રયાસોનો સમાવેશ થાય છે.

J&J શા માટે આ સેટલમેન્ટ કરી રહી છે?

જોહ્નસન ઍન્ડ જોહ્નસને સતત એવો દાવો કર્યો છે કે તેના ટેલ્કમ-આધારિત ઉત્પાદનો સુરક્ષિત છે અને તેમાં એસ્બેસ્ટોસ નથી તેમજ તેનાથી ઓવેરિયન કેન્સર થતું નથી. કંપનીનું કહેવું છે કે તે એટલા માટે સમજૂતી કરી રહી નથી કે દાવાઓમાં તથ્ય છે, પરંતુ તે વર્ષોથી ચાલી રહેલા ખર્ચાળ કેસોઓને પાછળ છોડવા માંગે છે.

કંપની હવે આગળ વધવા માંગે છે

J&Jના લિટિગેશન વાઇસ પ્રેસિડેન્ટ એરિક હાસે જણાવ્યું હતું કે, "અમને વિશ્વાસ છે કે જો આગળ લિટિગેશન ચાલ્યું હોત તો કંપનીની જીત થઈ હોત, પરંતુ આ ઉકેલ કંપનીને આ મામલાને પાછળ છોડીને જીવન બચાવતી દવાઓ અને ઉપકરણો વિકસાવવાના તેના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા દે છે." કંપની 2027માં અંદાજે 3 અબજ ડૉલર ચૂકવવાની અપેક્ષા રાખે છે, જ્યારે બાકીની ચૂકવણી 2028 માટે નિર્ધારિત છે. જો કે, અગ્રણી વકીલ ક્રિસ સીગરના જણાવ્યા અનુસાર, જો વધુ પાત્ર ક્લેમર્સ ભાગ લે તો આ આંકડો 7 અબજ ડૉલરથી વધુ પણ થઈ શકે છે.

મુખ્ય આક્ષેપો શું હતા?

કેન્સરના આક્ષેપો: કેસોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલાઓએ વર્ષો સુધી જોહ્નસન ઍન્ડ જોહ્નસનના બેબી પાવડર અને અન્ય ટેલ્ક-આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કર્યા પછી ઓવેરિયન કેન્સર વિકસ્યું હતું.
એસ્બેસ્ટોસની હાજરી: ઘણા પ્લાન્ટિક્સે એવો પણ દાવો કર્યો હતો કે ટેલ્કમાં કેન્સરકારક પદાર્થ એસ્બેસ્ટોસ સામેલ હતો.


કંપનીનું પગલું: જોહ્નસન ઍન્ડ જોહ્નસને આ તમામ આક્ષેપો ફગાવી દીધા છે અને વર્ષ 2020માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ટેલ્ક-આધારિત જોહ્નસન્સ બેબી પાવડરનું વેચાણ બંધ કરીને તેની જગ્યાએ કોર્નસ્ટાર્ચ-આધારિત ફોર્મ્યુલેશન રજૂ કર્યું હતું.

આ સેટલમેન્ટ કેમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે?

આ કરાર એક જ સ્ટ્રોકમાં જોહ્નસન ઍન્ડ જોહ્નસન સામેના લગભગ તમામ ઓવેરિયન કેન્સર કેસોનો ઉકેલ લાવી શકે છે. કંપનીના અગાઉના બેંકરપ્સી પ્રસ્તાવોથી વિપરીત, આ સમજૂતી માત્ર હાલના કેસોઓને લાગુ પડે છે અને ભવિષ્યના ક્લેમર્સને નવા કેસ દાખલ કરતા અટકાવતી નથી. ભવિષ્યના દાવાઓને બાકી રાખવાથી હાલના પ્લેન્ટિફ્સમાં વધુ નાણાં વિતરિત કરી શકાય છે અને એક દાયકા કરતાં વધુ સમય સુધી કેસો લંબાવવાને બદલે આશરે 18 મહિનાની અંદર વળતરની ચૂકવણી સુનિશ્ચિત થાય છે.

'ટેક્સાસ ટુ-સ્ટેપ' (Texas Two-Step) રણનીતિ અને કાનૂની સંઘર્ષ
આ લિટિગેશન દરમિયાન સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંનું એક એ હતું જ્યારે જોહ્નસન ઍન્ડ જોહ્નસને "ટેક્સાસ ટુ-સ્ટેપ" તરીકે ઓળખાતી કાનૂની રણનીતિ દ્વારા કેસોઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યૂહરચના હેઠળ, કંપનીએ એક પેટાકંપની બનાવી જેણે તમામ ટેલ્ક-સંબંધિત દાવાઓને એક જ સેટલમેન્ટ પ્રક્રિયામાં ચેનલ કરવા માટે બેંકરપ્સી માટે અરજી કરી હતી.

આ અભિગમે પ્લેન્ટિફ્સ તરફથી ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેમણે દલીલ કરી હતી કે આર્થિક રીતે મજબૂત કંપની તેની જવાબદારી મર્યાદિત કરવા માટે બેંકરપ્સી કાયદાનો ઉપયોગ કરી રહી છે. કોર્ટો દ્વારા તમામ 3 બેંકરપ્સી અરજીઓને ફગાવી દેવામાં આવ્યા બાદ આ વ્યૂહરચના નિષ્ફળ ગઈ હતી. જેના કારણે માર્ચ 2025 માં લિટિગેશન ફરી શરૂ થઈ શક્યું હતું.

આગળ શું થશે?
હવે આ સેટલમેન્ટ કરાર મંજૂરી માટે ક્લેમર્સ વચ્ચે રજુ કરવામાં આવશે. જો અંદાજે 76,000 પાત્ર પ્લેન્ટિફ્સમાંથી ઓછામાં ઓછા 95% લોકો આ ઓફર સ્વીકારે છે, તો જોહ્નસન ઍન્ડ જોહ્નસન યુએસ કોર્પોરેટ ઇતિહાસના સૌથી મોટા પ્રોડક્ટ લાયબિલિટી વિવાદોમાંથી એકનો અંત લાવી શકશે. જો આવશ્યક મર્યાદા પૂરી નહીં થાય, તો કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સની કોર્ટોમાં ફરીથી વર્ષો સુધી લિટિગેશનનો સામનો કરવો પડી શકે છે.