યમનમાં 680નાં મોત અને 1.30 લાખ લોકો વિસ્થાપિત : યુએન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકા-ઇરાન પછી યમન-સાઉદી વચ્ચે ઘમાસાણ યુદ્ધ
- અમેરિકામાં ડીઝલના ભાવ ફેબ્રૂઆરીના પ્રતિ ગેલન ૩.૫૨ ડોલરથી ૭૮ ટકા વધી ૬.૨૮ ડોલરે પહોંચ્યા
- હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ટેન્કર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો, બે કર્મચારીઓને ઇજા થઈ, પણ ટેન્કરને નુકસાન નહીં
દુબઈ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ જણાવ્યું છે કે યમનમાં સાઉદી સમર્થિત સરકાર સેના અને ઇરાન સમર્થિત હુથી બળવાખોરો વચ્ચે ઓગસ્ટમાં નવેસરથી ફાટી નકળેલા યુદ્ધમાં ૬૮૦ના મોત થયા છે અને ૧.૩૦ લાખ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ ત્રણ હજાર લોકોને ઇજા પહોંચી છે. આમ મૃત્યુ, ઇજાગ્રસ્ત અને વિસ્થાપિતોનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે.
હુએ જણાવ્યું હતું કે ૧૩થી ૧૮ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કુલ ૧૬૪ના મોત થયા છે અને ૫૧૬ ઇજા પામ્યા છે. આમ યમન પણ હવે ગાઝાપટ્ટી જેવી કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ યુદ્ધ વધુને વધુ તીવ્ર બને તો મૃત્યુઆંકમાં અને ચાર કરોડની વસ્તી ધરાવતા વિસ્થાપિતોમાં વધુ વધારો થઈ શકે છે. યમનની દક્ષિણપશ્ચિમનો લહજ પ્રાંત મહત્ત્વના યુદ્ધસ્થળ તરીકે ઉભરી આવ્યો છે. અહીં ૫૮નાં મોત થયા છે અને ૨૨૬ ઇજા પામ્યા છે. બંનેના લશ્કર અહીં આમને સામને છે.
આ ઉપરાંત બ્રિટિશ લશ્કરે જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં ટેન્કર પર ડ્રોન ત્રાટક્યુ હતું. તેમા ટેન્કરના બે કર્મચારીઓને ઇજા થઈ હતી. જહાજને તરત જ નજીકના બંદરે લઈ જવામાં આવ્યું હતું. આ હુમલો કોણે કર્યો તે હજી જાણમાં આવ્યું નથી. કોઈએ તેના માટે દાવો કર્યો નથી. હોર્મુઝમાંથી ટેન્કરો પસાર થઈ રહ્યા છે, પરંતુ ટ્રાફિક હજી પણ પહેલા જેવો થયો નથી.
ઇરાન યુદ્ધના લીધે અમેરિકામાં ડીઝલના ભાવ વિક્રમજનક સ્તરે પ્રતિ ગેલન ૬.૨૮ ડોલરે પહોંચી ગયા છે. ડીઝલના આટલા ઊંચા ભાવ છેલ્લે ૨૦૨૨માં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં તેના ભાવમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને પર્યાવરણલક્ષી નિયમોના કારણે ડીઝલ પર આમ પણ દબાણ તો હતું જ હવે તેમા ઇરાન સાથેના યુદ્ધે ઉમેરો કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૩.૭૫ ડોલર હતો, તેના તુલનાએ આ વર્ષે ૬૭ ટકા વધારો થયો છે. જ્યારે ફેબ્રૂઆરીમાઁ આ ભાવ પ્રતિ ગેલન ૩.૫૨ ડોલર હતો, જે બતાવે છે કે છેલ્લા છ મહિનામાં ૭૮ ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસીન નક્વી ઇરાન પહોંચ્યા છે. ઇરાનના ગૃહપ્રધાન ઇસ્કંદર મોમેનીએ તેમનું સ્વાગત કર્યુ હતુ. નક્વીની આ મુલાકાત ત્યારે થઈ છે જ્યારે પાકિસ્તાન ઇરાન અને અમેરિકા વચ્ચે ફરીથી સંવાદ શરૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.




