World

અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી ધરતી ધ્રુજી

By GS TEAM
4 Apr 20261 min read
અફઘાનિસ્તાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી ધરતી ધ્રુજી

- સદ્ભાગ્યે જાનહાનિ કે નુકસાન થયું નથીં 

- કાશ્મીર, પંજાબ, હરિયાણા ઉપરાંત ઉત્તર ભારતના અમુક સ્થળોએ ધરતીકંપનો અનુભવ થયો

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં હિન્દુકુશ પર્વતમાળામાં આવેલા જોર્મ જિલ્લામાં ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર ભારત અને પાકિસ્તાન સુધી થઈ હતી. દિલ્હીમાં ભૂકંપનો અનુભવ થયો હતો. સૌથી વધુ કાશ્મીરના કારગીલ આસપાસ આ ભૂકંપ અનુભવાયો હતો.

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર જોર્મ જિલ્લામાં હિન્દુકુશ પર્વતમાળામાં ૧૭૭ કિલોમીટર પેટાળમાં નોંધાયું હતું. ભૂકંપથી અફઘાનિસ્તાનમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ ભૂકંપની અસર પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં થઈ હતી અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

મોડી સાંજે ભૂકંપનો અનુભવ થતાં કાશ્મીરમાં લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હી સુધી ભૂકંપનો અનુભવ થયો હતો અને લોકોએ સોશિયલ મીડિયામાં ભૂકંપની વાતો શેર કરી હતી. પંજાબ, હરિયાણા ઉપરાંત ઉત્તર ભારતના ઘણાં સ્થળોએ ભૂકંપ અનુભવાયો હતો.