Get The App

ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ 1 - image


5.5 Magnitude Earthquake Hits Southern Iran : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પરમાણુ મંત્રણાના તણાવ વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. 5.5ની તીવ્રતાના આ ભૂકંપને કેટલાક લોકો ઈરાનનો ગુપ્ત 'પરમાણુ ટેસ્ટ' માની રહ્યા છે.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું? 

દક્ષિણ ઈરાનમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે સપાટી પર ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

પરમાણુ પરીક્ષણની અટકળો

ઈરાન અત્યારે અમેરિકા સાથે યુદ્ધના દરવાજે ઊભું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હુમલાની ધમકી અને પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ભૂકંપ આવતા સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઈરાને ગુપ્ત રીતે કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? જોકે, સત્તાવાર રીતે આવી કોઈ પુષ્ટિ થઈ નથી.

નિષ્ણાતો શું કહે છે? 

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાન ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે હંમેશા સક્રિય રહેતો વિસ્તાર છે. 5.5ની તીવ્રતા અને 10 કિમીની ઊંડાઈ સામાન્ય રીતે કુદરતી ભૂકંપના દાયરામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અત્યારે આ ડેટાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે જેથી જાણી શકાય કે આ આંચકા કુદરતી હતા કે માનવસર્જિત.

હાલમાં શું છે સ્થિતિ? 

ઈરાન સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને હાઇ ઍલર્ટ પર રાખી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.