પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાતે 43 દેશોના 50 પ્રતિનિધિઓ એકત્રિત થયા, ‘યુનેસ્કો ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ની ઉજવણી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Paris BAPS Mandir UNESCO Indo French Cultural Open Day: યુનેસ્કોના 43 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 50થી વધુ રાજદૂતો અને પ્રતિનિધિઓ 10 સપ્ટેમ્બર 2026ના રોજ બુસી-સેંટ-જ્યોર્જેસમાં નવનિર્મિત BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર ખાતે વિશેષ ‘ઇન્ડો-ફ્રેન્ચ કલ્ચરલ ઓપન ડે’ માટે એકત્રિત થયા હતા.
પેરિસમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિર ખાતે 43 દેશોના 50 પ્રતિનિધિઓ એકત્રિત થયા
યુનેસ્કો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિમંડળ દ્વારા આયોજિત આ સમારોહમાં યુરોપ, આફ્રિકા, એશિયા, આરબ દેશો, અમેરિકા અને કેરેબિયન પ્રદેશના રાજદૂતો, કાયમી પ્રતિનિધિઓ અને અન્ય વરિષ્ઠ રાજદ્વારી પ્રતિનિધિઓ તેમજ યુનેસ્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણમાં મૂળભૂત એવા સેવા, સાંસ્કૃતિક સમજણ અને સંવાદના મૂલ્યોનો પરિચય કરાવતા કાર્યક્રમ પહેલાં મહેમાનોને પરંપરાગત ભારતીય ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
યુનેસ્કો ખાતે ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ વિશાલ શર્માએ સભાને સંબોધતાં મંદિરને “ભારતની સભ્યતા, વારસા અને ભારત-ફ્રાન્સના સહયોગથી સાકાર થયેલી શિલ્પકળાના અદભૂત સંગમ” તરીકે વર્ણવ્યું. યુનેસ્કોના સંદર્ભમાં મંદિરના મહત્ત્વ અંગે તેમણે કહ્યું, “યુનેસ્કો સાથે સંકળાયેલા આપણા સૌના માટે આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે, કારણકે સંસ્કૃતિ અને વારસાનું જતન યુનેસ્કોના હાર્દમાં છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “અહીં ભારતીય સાંસ્કૃતિક વારસો ભારતની બહાર એક જીવંત પરંપરા તરીકે દ્રશ્યમાન થઈ રહ્યો છે. ભારતમાં નિર્મિત, ફ્રાન્સમાં ઍસેમ્બલ્ડ એવું આ મંદિર વિશ્વ દ્વારા આવકાર પામ્યું છે.’
વિશેષ ફિલ્મથી મંદિર નિર્માણ પાછળના સહયોગની ગાથા રજૂ કરાઈ
આ સાથે એક વિશેષ ફિલ્મ દ્વારા મંદિર અને તેના નિર્માણ પાછળના અસાધારણ સહયોગની ગાથા રજૂ કરવામાં આવી, જેમાં મંદિર નિર્માણમાં સદીઓ જૂની ભારતીય શિલ્પકળા અને સ્થાપત્ય પરંપરાઓનું ફ્રાન્સની ઇજેનરી કુશળતા સાથે થયેલું અનોખું સંયોજન દર્શાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગણપતિ પૂજામાં તુલસી કેમ છે વર્જિત? મૂર્તિ સ્થાપના વખતે આ ભૂલો કરી તો પૂજાનું ફળ નહીં મળે
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરના ડેપ્યુટી ડિરેક્ટર જ્યોતિ હોસાગ્રહરે જણાવ્યું કે યુનેસ્કો જે જીવંત વારસા અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છે તેને મંદિર મૂર્તિમંત કરે છે. યુનેસ્કો આવી પહેલને વિશેષ મહત્ત્વ આપે છે, જે સાંસ્કૃતિક વૈવિધ્યની ઉજવણી કરે છે, સમુદાયો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે તથા આંતરસાંસ્કૃતિક સંવાદ અને પરસ્પર સમજણને પ્રોત્સાહિત કરે છે.




